ઇસનપુર વૈષ્ણોદેવી યુવક મંડળે વૈષ્ણોદેવીમાં ધજા ચઢાવી:45 સભ્યો સાથે હરિદ્વાર, ઋષિકેશ અને મસૂરીની યાત્રા કરી
ઇસનપુર, અમદાવાદ સ્થિત વૈષ્ણોદેવી યુવક મંડળ પરિવારે આ વર્ષે વૈષ્ણોદેવીની યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં 45 સભ્યો જોડાયા હતા, જેમણે વૈષ્ણોદેવી મંદિરમાં ધજા ચઢાવીને દર્શન કર્યા હતા. આ યાત્રા દરમિયાન સભ્યોએ હરિદ્વાર, ઋષિકેશ, દેહરાદૂન અને મસૂરી જેવા અન્ય પવિત્ર અને પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લીધી હતી. વૈષ્ણોદેવી યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી નિયમિતપણે વૈષ્ણોદેવી દર્શન માટે જાય છે. વૈષ્ણોદેવી યુવક મંડળ, ઇસનપુર પરિવાર વર્ષ 2018 થી વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાઓનું આયોજન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં વૈષ્ણોદેવી, ચારધામ (યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદરીનાથ), તુંગનાથ મહાદેવ, નેપાળ પશુપતિનાથ, અમરનાથ, મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગ, શિરડી, જગન્નાથપુરી, ગંગાસાગર, રામેશ્વરમ જ્યોતિર્લિંગ અને તિરુપતિ, મંલિક્રાઅરજુન જ્યોતિર્લિંગ, ખાટુશ્યામ , શેઠ સાવલીયા, રામદેવ મંદિર, તનોટ માતા મંદિર, પુષ્કર મંદિર જેવી અનેક ધામિર્ક, પવિત્ર તેમજ અતિ કઠિન યાત્રાઓ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. આ તમામ યાત્રાઓમાં અત્યાર સુધીમાં 3200 થી વધુ સિનિયર સિટીઝન, પરિવારજનો અને બાળકોએ ભાગ લીધો છે. આ વર્ષની યાત્રાને સફળ બનાવવા માટે શ્રી જીતેન્દ્ર યાદવ સાથે કાર્યકર્તાઓ કરણ યાદવ, અનુજ પટેલ, પરેશ પટેલ, દિપેન યાદવ અને અશોક કાકાએ સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.
Read Original Article →