કાર્યવાહી:સેટેલાઇટમાં 63 હજારના ભાડેથી ફ્લેટ રાખી IPL મેચનો સટ્ટો, 3 બુકી પકડાયા
સેટેલાઈટમાં ઈસ્કોન ક્રોસ રોડ પર આવેલા મારુતિ સેલેડ્રોન ખાતેના એક ફલેટમાંથી આઈપીએલ મેચ પર સટ્ટો રમાડી રહેલા 3 બુકી પકડાયા છે. તેમાં રાજકોટના ભૂતખાના ચોકમાં આવેલી હોટેલ આર.આર.ઈનના માલિક તેમના ડ્રાઇવર અને ટ્રાવેલ્સનો ધંધો કરતા વેપારીનો સમાવેશ થાય છે. આઈપીએલ પર સટ્ટો રમાડવા માટે આ બુકીઓએ મહિનાના રૂ.63 હજારના ભાડે ફલેટ રાખ્યો હતો. જ્યારે આ ત્રણેય બુકી ક્રિકેટ સટ્ટાની સાથે, ઓનલાઇન ગેમિંગ, દારૂનો ધંધો પણ કરતા હતા. તેમના ફલેટમાંથી દારૂની 17 અને બિયરની 9 બોટલ મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દિવ્યરાજસિંહ ઝાલા (રાજકોટ), ધવલ પંડિત (અમદાવાદ), ઘનશ્યામ કાનાણી (સુરત)ની ધરપકડ કરી 7 ફોન, એક લેપટોપ જપ્ત કરાયું છે. દિવ્યરાજ ગ્રાહકો સંભાળતો, ધવલ પૈસાનો હિસાબ રાખતો
ત્રણેય પાસેથી મળી આવેલા સાત ફોનમાંથી દિવ્યરાજસિંહ અને તેના ડ્રાઇવર ઘનશ્યામના ફોનમાંથી સટ્ટાની એપ્લિકેશન તેમ જ ગ્રાહકોનાં આઈડી-પાસવર્ડ અને હિસાબ મળી આવ્યાં હતાં. જ્યારે ધવલના ફોનમાંથી પ્રાઇમ આંગડિયા પેઢીમાં કરેલી પૈસાની લેતીદેતીના હિસાબ મળી આવ્યા હતા. આથી સટ્ટાના ગ્રાહકોનું નેટવર્ક દિવ્યરાજસિંહ જ્યારે આંગડિયા દ્વારા પૈસાની લેતીદેતી થતી હોવાથી તેનો હિસાબ ધવલ રાખતો હતો.
Read Original Article →