IPL પર સટ્ટો રમતા ત્રણ ઝડપાયા:સોલા, SG હાઈવે અને ઘાટલોડિયામાં યુવકો રંગે હાથ ઝડપાયા, ID આપનારની શોધખોળ
IPLની ચાલી રહી છે, ત્યારે મેચ પર મોટા પ્રમાણમાં સટ્ટો રમાઈ રહ્યો છે. અમદાવાદ પોલીસે એસ.જી. હાઈવે, ઘાટલોડિયા અને સોલામાંથી જાહેરમાં સટ્ટો રમતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પેલેડિયમ મોલ પાસે યુવક સતત ફોનમાં વ્યસ્ત હતો
એસ.જી.હાઈવે પર આવેલા પેલેડિયમ મોલની પાસે વિશાલ પાનપાર્લર આવેલુ છે, જ્યાં જાહેર રોડ પર એક યુવક સતત મોબાઈલ ફોનમાં એક્ટીવ હતો. ઝોન 1ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને શંકા જતા તે યુવક પાસે ગઈ હતી અને તેનો મોબાઈલ લઈ લીધો હતો. યુવક મોબાઈલમાં મેચની આઈડી મળી આવી હતી, જેમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેગ્લુરૂ વચ્ચેની મેચમાં સટ્ટો રમી રહ્યો હતો. યુવકનું નામ શ્યામ પટેલ છે અને તે ચાંદખેડા ખાતે આવેલા ઝુંડાલમાં રહે છે. પોલીસે શ્યામ પટેલની ધરપકડ કરીને વસ્ત્રારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ઘાટલોડીયામાંથી પણ એક ઝડપાયો
ઝોન 1 લોકલ ક્રાઈમ બ્રાંચની બીજી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તે ઘાટલોડીયા ખાતે આવેલા શ્રીજી ચાયવાલે ખાતે પહોંચ્યા હતા, જ્યા એક યુવક સતત મોબાઈલમાં એક્ટીવ હતો. એલસીબીએ યુવકની અટકાયત કરી લીધી હતી, જેમાં તે મેચમાં સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે બિહારીલાલ કોશ્ટીની ધરપકડ કરી છે, જે અમરાઈવાડી ખાતે રહે છે. 50 વર્ષિય બિહારીલાલને જોલી નામના વ્યકિતએ મેચની આઈડી આપી હતી. પોલીસે બિહારીલાલ અને જોલી વિરૂદ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ત્રીજી ઘટનામાં પણ યુવકના ફોનમાંથી ID મળી
સોલા પોલીસે બાતમીના આધારે સોલા ભાગવત કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસેથી વિરાજ ઝાંઝવાડીયા નામના યુવકની ધરપકડ કરી હતી. આ યુવક પાસે રહેલો મોબાઇલ ફોન ચેક કરતા હિસ્ટ્રીમાં આઇપીએલની રોયલ ચેલેન્જ બેંગલોર અને ચેન્નઇ સુપરકિંગની વચ્ચે રમાઈ રહેલી મેચમાં યુવક સટો રમતો હતો. યુવકની ધરપકડ કરી મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો. સોલા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →