GTના સ્પિનર રાશિદ ખાને અમદાવાદની જામા મસ્જિદમાં દુઆ કરી:RR ટીમની મોટેરા સ્ટેડિયમના હનુમાન મંદિરમાં પૂજા, યશસ્વી જયસ્વાલ-ધ્રુવ જુરેલ કોમો બાય કેફેમાં જોવા મળ્યા

Gujarat4/4/2026, 8:15:12 AM
GTના સ્પિનર રાશિદ ખાને અમદાવાદની જામા મસ્જિદમાં દુઆ કરી:RR ટીમની મોટેરા સ્ટેડિયમના હનુમાન મંદિરમાં પૂજા, યશસ્વી જયસ્વાલ-ધ્રુવ જુરેલ કોમો બાય કેફેમાં જોવા મળ્યા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 4 એપ્રિલે GT vs RRની મેચ છે. તે પહેલાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ ભગવાન અને અલ્લાહના આશીર્વાદ લેતા જોવા મળ્યાં હતાં. ક્રિકેટરો સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે ચાહકોની ભીડ જોવા મળી હતી. રાશિદ ખાને મસ્જિદમાં દુઆ માંગી તો RRના ખેલાડીઓ હનુમાન મંદિરે પુજા કરી ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર અને અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને મેચ પહેલાં 3 એપ્રિલે અમદાવાદની જામા મસ્જિદમાં જઈને દુઆ માંગી હતી. તો બીજી તરફ, રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ મોટેરા સ્ટેડિયમના હનુમાન મંદિરે જઈને પૂજા અર્ચના કરીને જીત માટે આશીર્વાદ માંગ્યા. બન્ને ટીમોના ખેલાડીઓએ પોતાના પોતાના ધર્મ અનુસાર પ્રાર્થના કરીને મેચ માટે તૈયારીઓ કરી છે. જયસ્વાલ અને જુરેલ કેફેમાં જોવા મળ્યા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ‘Komo by Kaffa’ કેફે ખાતે આજે જોવા મળ્યા હતા. ક્રિકેટર્સે અમદાવાદને ઝગમગાવી દીધું હતું. મેચ પહેલાં બંને ક્રિકેટરે કેફેમાં મોજ માણી હતી. આ પણ વાંચો 7 માર્ચે અમદાવાદમાં હાર્દિક પંડ્યાની માહિકાના ખભે હાથ મૂકી તાજમાં એન્ટ્રી ICC T-20 વર્લ્ડકપના ફાઈનલ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ 6 માર્ચે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફનું એરપોર્ટ પર ઉત્સાહી ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક ચાહકે "વંદે માતરમ્"ના નારા લગાવીને ટીમનું સ્વાગત કર્યું હતું, જેનાથી આખુ વાતાવરણ જોશથી ભરાઈ ગયું હતું. એરપોર્ટ પરથી ટીમ સીધી હોટેલમાં રવાના થઈ હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →