પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાયેલા ભાવ વધારાની અસર:શાકભાજી લઈને આવતી ટ્રકોનાં ભાડાંમાં રૂ.5 હજાર સુધી વધારો
પેટ્રોલ-ડીઝલમાં ઝિંકાયેલા ભાવ વધારાની અસર હવે અન્ય વસ્તુઓ પર જોવા મળી રહી છે. અમદાવાદમાં બહારથી શાકભાજી લઈને આવતી ટ્રકોના ભાડામાં રૂ.5 હજાર સુધીનો વધાર થયો છે. જેથી જમાલપુર એપીએમસમાં શાકબાજીના ભાવમાં પ્રતિ કિલો 50થી 90 પૈસા સુધીનો વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, નવા દરોની સંપૂર્ણ અસર હજુ બજારમાં વર્તાઈ નથી. જેમ જેમ ભાવ વધશે તેમ આગામી દિવસોમાં વધુ મોંઘવારી જોવા મળી શકે છે. ઉનાળાની સિઝનમાં સ્થાનિક આવક ઘટી જતાં ગુજરાત બહારથી ટામેટા, બટાકા, ડુંગળી, લીલા શાકભાજી સહિતનો મોટો જથ્થો અમદાવાદમાં આવે છે. અન્ય રાજ્યોથી રોજની 500 ગાડી આવે છે
સિઝન પ્રમાણે જુદા જુદા રાજ્યોમાંથી શાકભાજી લઇને રોજની 500 કરતા વધારે ટ્રક આવે છે. પાડશી રાજ્યોમાંથી આવતી ટ્રકોએ રૂ. 2 હજાર વધારો કર્યો છે. જ્યારે પંજાબ કે દૂરના રાજ્યોથી આવતી ટ્રકોએ રૂ. 5 હજારનો વધારો કર્યો છે. - સંજય પટેલ, સેક્રેટરી, એપીએમસી, જમાલપુર
Read Original Article →