પત્નીને બેટથી ફટકારી બોચી પકડી બેસી ગયો, VIDEO:રાણીપમાં ફોઈનું ઉપરાણુ લેતા જ પરિણીતાને પતિએ ફટકારી; દીકરી છોડાવવા જતાં તેને પણ મારી
રાણીપમાં પૈસા બાબતે ફોઈનું ઉપરાણુ લેતી પરિણીતાને પતિએ બેફામ મારતા મામલો રાણીપ પોલીસ સ્ટેશન પહોચ્યો છે. આશુતોષ રેસિડેન્સીમાં રહેતી કંચન શાહે પતિ અમિત શાહ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. કંચન પતિ અમિત અને બે દીકરી સાથે રહે છે. કંચનના પ્રથમ લગ્ન દીપક મકવાણા સાથે થયા હતાં, જેમાં છુટાછેડા થઈ ગયા હતાં. ત્યારબાદ 2007માં તેણે અમિત સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. પત્નીની વાત સાંભણી પતિ મારવા લાગ્યો
ગઈકાલે કંચન ઘરે હાજર હતી, ત્યારે તેની ફોઈ ભાનુબેન તેને મળવા માટે આવ્યાં હતા. કંચનને ગુજરી બજારમાં જવાનું હોવાથી તે તૈયાર થઈ રહી હતી, ત્યારે ભાનુબેને જણાવ્યુ કે, હું અમિત પાસે રૂપિયા માગુ છું. ભાનુબેનની વાત સાંભણીને કંચને જવાબ આપ્યો કે, તમારા પૈસા છે તો માંગી લો. કંચનની વાત સાંભણીને અમિત સાંભણી ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યો હતો. કંચને ફોઈનું ઉપરાણુ લેતા અને પૈસા આપી દેવાની વાત કરતા તે વધુ ગિન્નાયો હતો. મહિલા સારવાર હેઠળ, વીડિયો પણ સામે આવ્યો
અમિતે તરત જ મેટલનુ શો-પીસ હાથમાં લઈને કંચનના માથામાં મારી દીધુ હતું. બાદમાં બેટથી મારવાનું શરૂ કરી દીધુ હતું. કંચનની દીકરી વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. કંચને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. કંચનને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાણીપ પોલીસે આ મામલે અમિત વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કંચનને અમિત માર મારતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.
Read Original Article →