સિનિયર એડવોકેટનો હાઈકોર્ટ રજીસ્ટ્રાર જનરલને પત્ર:સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઈકોર્ટ પરિસરમાંથી તાત્કાલિક કૂતરા દૂર કરો, વર્તમાનમાં કેમ્પસમાં 25 જેટલા રખડું કૂતરા
રખડતાં કૂતરાંને હાઇકોર્ટ કેમ્પસમાંથી તાત્કાલીક દૂર કરવાની રજૂઆત સાથે સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશોને ધ્યાનમાં લઇને તાકીદની કાર્યવાહી કરી કૂતરાઓને કેમ્પસમાંથી દૂર કરવામાં આવે નહીં તો આ બાબત કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ સમાન બનશે. હાઇકોર્ટના કેમ્પસમાં 25 જેટલા રખડતાં કૂતરાં રહે છે
આ મામલે સિનિયર એડવોકેટ દ્વારા રજીસ્ટ્રાર જનરલને એક પત્ર લખીને રખડતાં કૂતરાના ત્રાસની માહિતી આપવામાં આવી છે. આ સાથે જ લખ્યું છે કેૉ, જો આ મામલે પગલાં નહીં લેવામાં આવે તો જરૂરી અન્ય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશના કન્ટેમ્પ્ટની કાર્યવાહીનો પણ સામેલ થઇ શકે છે. આ મુદ્દે વિસ્તૃત રજૂઆત સાથે હાઇકોર્ટના વહીવટી વિભાગને એવી માહિતી પણ આપવામાં આવી છે કે હાઇકોર્ટના કેમ્પસમાં 25 જેટલા રખડતાં કૂતરાં રહે છે, જે અહીં આવનારી વ્યક્તિઓ માટે જોખમરૂમ છે. પત્ર સાથે સુપ્રીમ કોર્ટના 19મી મેના ચુકાદાને પણ ટાંક્યો
ઉલ્લેખનીય છે કે, અસીમ પંડ્યા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના બે વાર પ્રમુખ રહ્યા છે. જેમણે આ પત્ર સાથે સુપ્રીમ કોર્ટના 19મી મેના ચુકાદાને પણ ટાંક્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાના ત્રાસને ગંભીર મામલો ઠરાવ્યો છે અને જાહેર અને ખાનગી સંસ્થાઓને વિવિધ આદેશો કર્યા છે. તેથી પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે આ કોર્ટના વહીવટી વિભાગની પણ ફરજમાં આવે છે કે તેઓ આ આદેશોનો વિલંબ વિના અમલ કરે. પત્રમાં એ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનો આદેશ માત્ર જાહેર સ્થળો સુધી સિમિત નથી, પરંતુ એવી જગ્યાઓ જ્યાં મોટાં પ્રમાણમાં નાગરિકોની અવરજવર રહેતી હોય છે, તેનો સમાવેશ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં થઇ જાય છે. અગાઉની રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતા ફરી રજૂઆત કરી
નોંધપાત્ર છે કે આ જ મામલે અગાઉ નવેમ્બર મહિનામાં પણ હાઇકોર્ટના વહીવટી વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એમાં પણ કૂતરાંનો ત્રાસ વિશે માહિતી આપતાં વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉની રજૂઆતો છતાંય કોઇ અસરકારક કાર્યવાહી થતી નહીં દેખાતા ફરીથી આ મામલે રજૂઆત કરવામાં આવી છે.
Read Original Article →