અમેરિકન નાગરિકોને લોન અપાવવાના નામે છેતરતો હતો:દાણીલીમડામાં ‘વન મેન ફ્રોડ કોલ સેન્ટર’ પકડાયું

Gujarat6/4/2026, 12:00:00 AM
દાણીલીમડા વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં કોઈ આખું નેટવર્ક કે મોટું કોલ સેન્ટર નહીં, પરંતુ એક જ યુવક પોતાના ઘરેથી 'વન મેન આર્મી'ની જેમ આંતરરાષ્ટ્રીય લેવલનું કૌભાંડ ચલાવી રહ્યો હતો.સામાન્ય રીતે પોલીસ મોટા કોલ સેન્ટરો પર દરોડા પાડીને અનેક લોકોની ધરપકડ કરતી હોય છે, પરંતુ અહીં દાણીલીમડા પોલીસે માત્ર એક લેપટોપ અને બે મોબાઈલ ફોનની મદદથી અમેરિકન નાગરિકોને છેતરતા એક 28 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે એક યુવક તેના ઘરમાં બેસીને અમેરીકન નાગરિકોને વિદેશી લોન કંપનીના એજન્ટ તરીકેની ઓળખ આપીને તેમની સાથે છેતરપિંડી આચરી રહ્યો છે. બાતમીના પગલે પોલીસે દાણીલીમડા વિસ્તારમાં આવેલી શ્રી દેવીપાર્ક સોસાયટીમાં રહેતો સાહીલ મુસ્તાકઅલી મીરઝા ( ઉ.28)ને ઝડપી લીધો હતો.તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ કે આરોપી કોઈ મોટી ઓફિસ કે સ્ટાફ વગર પોતાના ઘરેથી જ વિદેશીઓને ચૂનો ચોપડવાનું કામ કરતો હતો. પોલીસના અનુસાર સાહીલ પોતાની પાસે રહેલા લેપટોપ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અમેરિકાના નાગરિકોનો સંપર્ક કરતો હતો. તે પોતાની ઓળખ અમેરિકાની જાણીતી લોન કંપનીઓ જેવી કે “PROSPER FINANCE” અને “LENDING TREE” ના પ્રતિનિધિ તરીકે આપતો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓએ જ્યારે સાહીલના ઘરે દરોડો પાડ્યો ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. પોલીસને ત્યાંથી કોઈ મોટું સેટઅપ નહીં પણ વ્યક્તિગત વપરાશના સાધનો જેવું દેખાતું સેટઅપ મળ્યું હતું, પોલીસે કુલ રૂ. 25,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની વ્યવસ્થિત મોડસ ઓપરેન્ડી આરોપી સાહીલ GOOGLE VOICE ડાયલર સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો, જેથી સામેવાળા નાગરિકને એવું જ લાગે કે ફોન અમેરિકાના જ કોઈ નંબર પરથી આવ્યો છે. તે અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને Payday પ્રોસેસથી તેમની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતો હતો
Read Original Article →