એચ.એ. કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો:મેગેઝીન 'ઉર્જા'નું વિમોચન, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક ઇનામ વિતરણ મહોત્સવ અને કોલેજ મેગેઝીન “ઉર્જા”નો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર પોરીઆ અને અદાણી સ્કીલ ફાઉન્ડેશનના સીઈઓ જતીન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ડો. કિશોર પોરીઆએ જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો માટે ઘણી તકો ઉપલબ્ધ છે, જેનાથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. કાર્યક્રમના અતિથિ વિશેષ અદાણી સ્કીલ ફાઉન્ડેશનના સીઈઓ જતીન ત્રિવેદીએ સ્કીલ બેઝ્ડ કોર્ષીસ દ્વારા આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે યુવાનોને સંબોધતા કહ્યું કે, ગળાકાપ હરીફાઈ, સોશિયલ મીડિયાનો પ્રભાવ અને વધુ પડતી અપેક્ષાઓને કારણે યુવાનો નિરાશ થાય છે. તેમણે યુવાવસ્થાથી જ લક્ષ્ય નક્કી કરીને સખત પરિશ્રમ અને સ્માર્ટ વર્ક દ્વારા ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, એનએસએસ, એનસીસી તથા સ્પોર્ટ્સમાં સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સમારંભનું સંચાલણ પ્રો. મહેશ સોનારાએ કર્યું હતું, જ્યારે આભારદર્શન પ્રો. અનુરાધા પાગેદારે કર્યું હતું.
Read Original Article →