રાજકોટ ગુરુકુલનું નૂતન સોપાન:શાંતિગ્રામ અમદાવાદ ખાતે 'ગુરુકુલ એકેડેમી' માં UPSC-GPSC ફાઉન્ડેશન બેચનો ભવ્ય પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની શાખા શાંતિગ્રામ-અમદાવાદ ખાતે યુવાનોને રાષ્ટ્રસેવા માટે તૈયાર કરવાના શુભ સંકલ્પ સાથે ‘ગુરુકુલ એકેડેમી’ માં UPSC-GPSC ફાઉન્ડેશન બેચનો ૧૪ મેના રોજ મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. સંતોના હસ્તે પૂજન અને મંગલ પ્રારંભ
બેચના પ્રારંભ પ્રસંગે પૂજ્ય સંતોના વરદ હસ્તે ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સંતો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ આ એકેડેમીના માધ્યમથી દેશને આદર્શ, પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ પ્રાપ્ત થાય તેવી મંગલ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પૂજ્ય હરિદર્શનદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કેવળ જ્ઞાન નહીં પણ મૂલ્યો સાથેનું શિક્ષણ જ શ્રેષ્ઠ અધિકારીનું નિર્માણ કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને એકાગ્રતા અને પુરુષાર્થ સાથે અભ્યાસ કરવા પ્રેરણા આપી હતી.
તજજ્ઞ ફેકલ્ટીઓનું માર્ગદર્શન
આ એકેડેમીની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં SPIPA તથા અમદાવાદ અને ગાંધીનગરની વિખ્યાત સંસ્થાઓના 10 થી 15 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા તજજ્ઞ ફેકલ્ટીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સંસ્થા દ્વારા આ ઉચ્ચ સ્તરનો અભ્યાસ ખૂબ જ રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જે મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ડેમો લેક્ચર અને ઓનલાઇન પ્રતિસાદ
14 મે થી શરૂ થયેલા આ ડેમો લેક્ચર આગામી 24 મે સુધી ચાલશે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા, સાથે જ ‘સ્વામિનારાયણ ગુરુકુલ એકેડેમી’ YouTube ચેનલ પર પણ અનેક વિદ્યાર્થીઓએ ઘરે બેઠા આ ઓનલાઇન ડેમો લેક્ચરનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ
શાંતિગ્રામ કેમ્પસ ખાતે જ વિદ્યાર્થીઓને રહેવા માટે એસી તથા નોન-એસી રૂમ્સની સુવિધા, હાઈ-સ્પીડ વાઈફાઈ ધરાવતી વિશાળ લાઈબ્રેરી અને શારીરિક સ્વાસ્થ્ય માટે વિશાળ સ્પોર્ટ્સ કેમ્પસ જેવી અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે. એક જ કેમ્પસમાં રહેવા, જમવા અને ઉચ્ચ કોચિંગની સુવિધા મળતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Read Original Article →