વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે:ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા મોબાઇલ ફોનની લત છોડવા માટે ૫ સહેલા પરંતુ અસરકારક ઉપાય
‘રીલ મુક્તિ કેન્દ્ર’ વિશેનો મીમ આજે નેટીઝન્સમાં ખૂબ ચર્ચામાં છે, અને સાચું કહીએ તો, તે હકીકતને ખૂબ નજીક છે. એક સર્વે મુજબ, Gen Z દિવસમાં ૧૫૦થી વધુ વખત ફોન ચેક કરે છે, જે સામાન્ય મર્યાદાથી ઘણું વધારે છે. સ્માર્ટફોનની લત હવે ચિંતા, બેચેની અને FOMO (Fear of Missing Out) જેવા લક્ષણો રૂપે દેખાઈ રહી છે. આથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે લગભગ ૫૬% લોકો ગેમિંગ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પૈકી ઓછામાં ઓછા એકમાં તો લતગ્રસ્ત છે; અને ૨૫% લોકો ફોન દૂર હોય ત્યારે Withdrawal symptoms અનુભવે છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી લતને ખૂબ સરળ શબ્દોમાં સમજાવે છે: “જે વસ્તુ હોય ત્યારે આનંદ નથી આપતી, પણ ના હોય ત્યારે પીડા આપે — તે જ લત છે.” જ્યારે મન અને શરીર સ્ક્રીન સાથે જોડાઈ જાય છે, ત્યારે સૌથી પહેલા અસર ધ્યાન પર પડે છે. મગજ સતત નોટિફિકેશન, સ્ક્રોલિંગ અને ઝડપી રિવોર્ડ્સનો આદી બની જાય છે, અને એક વિચાર પર સ્થિર રહેવાની ક્ષમતા ઘટે છે. ડોપામિનના સ્તર વધે છે, પરંતુ આ આનંદ ટૂંકા સમય માટે જ રહે છે, જેનાથી બેચેની, ઉત્સાહમાં ઘટાડો અને ભાવનાત્મક થાક અનુભવાય છે. ઉંઘની રીત બગડે છે, આંખો અને ગળામાં તાણ રહે છે, અને નર્વસ સિસ્ટમ હંમેશા એલર્ટ સ્થિતિમાં રહે છે. સમય જતા ચિંતા વધે છે, બોર થવું સહન થતું નથી, અને શાંતિમાં રહેવું મુશ્કેલ લાગે છે. તો જ્યારે ડિજિટલ લાલચ વધે ત્યારે શું કરવું? 1. Switch Off to Switch On “ફોન આજકાલ પાણી જેવો છે — જરૂરી છે, પણ સતત ઉપયોગ જરૂરી નથી,” ગુરુદેવ કહે છે, સૂતા પહેલા ઓછામાં ઓછા ૨ કલાક ફોન બંધ રાખો અને સવારે ઉઠ્યા પછી પણ ૨-૩ કલાક ફોનથી દૂર રહો. આ તમારા મન અને નર્વસ સિસ્ટમને આરામ અને પુનઃઉર્જા મેળવવા માટે સમય આપે છે. 2. Craving- તીવ્ર ઇરછા ને સમજો ગુરુદેવ કહે છે: “ક્રેવિંગ એ આનંદની યાદનો પુનરાવર્તન છે.” સ્ક્રોલિંગ કે ગેમિંગથી મળતો આનંદ ક્ષણિક છે. આ સત્યને સમજતા જ, લાલચ ધીમે ધીમે ઓછી થાય છે. 3. Vow-પ્રતિજ્ઞા સાથે શરૂ કરો નાની અને શક્ય પ્રતિજ્ઞા લો: “આગામી ૭ દિવસ હું રાત્રે ૮ પછી ફોન ઉપયોગ નહીં કરું.” જો ભૂલ થાય, તો ફરીથી શરૂ કરો. આ આત્મનિયમ તમને આંતરિક શક્તિ આપે છે.
Read Original Article →