14 વર્ષની સગીરાના 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી:હાઈકોર્ટે કહ્યું 'દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા મજબૂર કરવી એ શારીરિક અખંડિતતાના અધિકારનું ઉલ્લંઘન'
દાહોદની દુષ્કર્મ પીડિત સગીરાના 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી છે. સગીરાએ તેના પિતા મારફતે અરજી દાખલ કરી હતી. જે મુજબ સગીરા દુષ્કર્મનો ભોગ બનતા ગર્ભવતી બની હતી. આરોપી સામે દાહોદના એક પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે. સગીરાના ગર્ભના ગર્ભપાત માટે પરવાનગી મેળવવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરાને 19 સપ્તાહનો ગર્ભ
વર્તમાનમાં સગીર પીડિતાની ઉંમર 14 વર્ષ અને 25 દિવસની છે. હાઇકોર્ટે સગીરાની અરજી ઉપર દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તેના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. દાહોદના ડૉક્ટરોની પેનલના રિપોર્ટ અનુસાર પીડિતા 19 સપ્તાહ અને 05 દિવસનો ગર્ભ ધરાવે છે અને તે શારીરિક રીતે ગર્ભપાત માટે સક્ષમ છે. પીડિતા સાથે કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો
કોર્ટે પીડિતા સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સીધો સંવાદ કર્યો હતો, જેમાં તેણે કોઈપણ દબાણ વગર સ્વેચ્છાએ ગર્ભ રાખવાની ના પાડી હતી અને ગર્ભપાત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું છે કે દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા માટે મજબૂર કરવી એ તેના સન્માનપૂર્વક જીવવાના અને શારીરિક અખંડિતતાના અધિકારનું ઉલ્લંઘન છે. દાહોદની હોસ્પિટલમાં પીડિતાનો ગર્ભપાત કરાશે
કોર્ટે પીડિતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપતા હુકમ કર્યો છે કે દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા પીડિતાનો ગર્ભપાત કરશે. ગર્ભપાત પહેલાં અને પછીની તમામ જરૂરી તબીબી સુવિધાઓ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવશે. પીડિતાના વાલીએ હોસ્પિટલમાં સર્જરી માટેનું જોખમ સ્વીકારતું સંમતિપત્રક આપવાનું રહેશે. બાળક જીવિત જન્મે તો હોસ્પિટલમાં જ સારવાર થશે
ભવિષ્યની કાયદાકીય તપાસ અને પુરાવા માટે ડૉક્ટરોએ ભ્રૂણના જરૂરી ટીશ્યુ, DNA વૈજ્ઞાનિક પદ્ધતિથી મેળવીને સંબંધિત તપાસ કરનાર પોલીસ અધિકારી સોંપવાના રહેશે. વળી જો ગર્ભપાત દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેની શ્રેષ્ઠ સારવાર કરવાની રહેશે. જો પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લેવા ન માંગે, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ બાળકની સંપૂર્ણ જવાબદારી સંભાળવાની રહેશે. આ પણ વાંચો
ગુજરાત હાઈકોર્ટની 16 વર્ષીય સગીરાના 22 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી:મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આદેશ કર્યો, જામનગરની પીડિતાની પણ એબોર્શન માટે અરજી ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી 16 વર્ષીય દુષ્કર્મ પીડિતા સગીરાના 22 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં આરોપી સામે વટવા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે. હાઇકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા.વિગતવાર વાંચો સમાચાર સાણંદની 21 સપ્તાહ પ્રેગ્નેન્ટ 19 વર્ષીય યુવતીને ગર્ભપાતની મંજૂરી:હાઈકોર્ટે ડોક્ટરોના મેડિકલ રિપોર્ટ બાદ મંજૂરી આપી, ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાત કરાવ્યો 26 સપ્તાહ પ્રગ્નેન્ટ 15 વર્ષીય પીડિતાને ગર્ભપાતની મંજૂરી:મેડિકલ ઓપિનિયન બાદ હાઈકોર્ટના સરકારી હોસ્પિટલને નિર્દેશ, ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાત કરાવ્યો
Read Original Article →