ગાંધીનગરમાં 16થી 18 એપ્રિલ GCCI વાર્ષિક ટ્રેડ એક્સ્પો:AI, સેમિકન્ડક્ટર અને MSME સેક્ટર પર વિશેષ ભાર; 450થી વધુ સ્ટોલ હશે

Gujarat4/13/2026, 10:38:42 AM
ગાંધીનગરમાં 16થી 18 એપ્રિલ GCCI વાર્ષિક ટ્રેડ એક્સ્પો:AI, સેમિકન્ડક્ટર અને MSME સેક્ટર પર વિશેષ ભાર; 450થી વધુ સ્ટોલ હશે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આગામી 16થી 18 એપ્રિલ દરમિયાન ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE-2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો) યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે 10 વાગ્યે આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ (CREDAI) નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. આ એક્સપોમાં આગામી 25 વર્ષનો રોડ મેપ દર્શાવવામાં આવશે. ગુજરાતમાં નાના ઉદ્યોગકારોથી લઈ MSME અને અલગ-અલગ સેક્ટરના ઉદ્યોગોને કેવી રીતે આગળ લઈ જવા તેમજ કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડવું તેનો રોડ મેપ રજૂ કરવામાં આવશે. એક્સપોમાં 450થી વધારે સ્ટોલ, દેશભરમાંથી ઉદ્યોગકારો જોડાશે GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે GATE-2025ની અભૂતપૂર્વ સફળતા બાદ GATE-2026નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે યોજાનારા એક્સપોમાં 450થી વધારે સ્ટોલ હશે અને 30,000થી વધુ લોકો જોડાશે. ચાલુ વર્ષે AI, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક, મોબિલિટી, હેલ્થ કેર સહિત અલગ-અલગ સેક્ટરને પ્રોત્સાહન અપાશેે. માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાંથી એક્સપોમાં ઉદ્યોગકારો જોડાશે. અલગ અલગ સેક્ટરના સેમિનારનું પણ આયોજન કર્યું છે. AI, સેમિકન્ડક્ટરને પ્રોત્સાહન આપવામાં આવનાર છે, જેના ઉપર પણ સેમીનાર યોજાશે. કોમનવેલ્થ ગેમ્સ યોજાનાર છે, ત્યારે અમે તેના ઉપર પણ અલગથી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને આધુનિક ટેકનોલોજી અને નવા વેપારી નેટવર્કિંગ શોધવાની તક મળશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે MSME અને સ્ટાર્ટઅપ તેમજ નાના ઉદ્યોગકારોને પણ અમે પ્રોત્સાહન આપીશું. સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા કુ. સોનાલી બેન્દ્રે સાથે સંવાદ થશે. જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર રાકેશ બેદી દ્વારા કલા અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. GATE-2026માં સહભાગી પ્રદર્શકોને નિર્ણય લેનારાઓ, રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ પોતાની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક મળશે, જ્યારે મુલાકાત લેનાર લોકોને આધુનિક ટેકનોલોજી અને નવા વેપારી નેટવર્કિંગ શોધવાની તક મળશે. મુખ્ય હાઈ-ઈમ્પેક્ટ સેશન્સ અને ઉદ્યોગ સંવાદો • CEO પાવર પેનલ: વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ. • મુખ્ય વક્તવ્ય: ‘શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન શ્રી સંજય ઘોડાવત દ્વારા નેતૃત્વ પર માર્ગદર્શન. • સેમિકોન પેનલ ચર્ચા: વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો. • AI અને ડીપ ટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું ભવિષ્ય. • સ્પોર્ટ્સ ઈકોનોમી: રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો. • સ્ટાર્ટઅપ પિચિંગ: ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ. ગુજરાતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન કરવા માટે GATE-2026માં 12 મહત્વના ક્ષેત્રોનો સમાવેશ 1. ઓટોમોબાઈલ અને મોબિલિટી 2. બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (BFSI) 3. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT 4. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ 5. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ 6. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ 7. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન 8. MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) 9. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક 10. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન 11. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી 12. મહિલા ઉદ્યોગસાહસિકતા 13. ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ
Read Original Article →