આજે 18 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી:40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે, 24 કલાક બાદ ગરમી વધશે

Gujarat4/7/2026, 5:11:32 AM
આજે 18 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી:40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે, 24 કલાક બાદ ગરમી વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં આજે 7 એપ્રિલે રાજ્યના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા, ઉત્તર ગુજરાત અને વડોદરા, ભરૂચમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી 18 જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. એ સાથે જ આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ શહેરનું મહતમ તાપમાન 36 ડિગ્રી સુધી રહી શકે છે. એ સાથે જ 24 કલાક બાદ મહતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ થઈ શકે છે. 36.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા મહતમ તાપમાન પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ રહ્યું. જ્યાં 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. એટલે કે અમદાવાદમાં 36.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.2 ડિગ્રી મહતમ તાપમાન રહ્યું. ત્રણ માવઠામાં વરસાદ અને વીજળીના કહેરે પાંચ લોકોના મોત થયા ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયામાં આવેલા ત્રણ માવઠામાં વરસાદ અને વીજળીના કહેરમાં 5 લોકોના મોત થયા છે. 19 માર્ચે સુરતમાં આવેલા મિની વાવાઝોડામાં પર્વત પાટિયા વિસ્તારમાં વિશાળ લોખંડનું બોર્ડ પડતાં મુકેશકુમાર નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સચિનના હળપતિવાસમાં દિવાલ તૂટી પડતાં છનાભાઈ રાઠોડ ગંભીર ઘાયલ થયા હતા અને 21 માર્ચે તેમનું મોત નીપજ્યું હતું. તાજેતરમાં 2થી 7 એપ્રિલ દરમિયાનના ત્રીજા માવઠામાં પાટણના સરસ્વતી તાલુકાના મુલુસણ ગામે વીજળી પડતાં 20 વર્ષીય પરિણીત યુવતી આનંદબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને તેના પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. આ જ દરમિયાન ગાંધીનગરના દહેગામના બારીયા બારડોલી ગામે વીજળી પડતાં 6 વર્ષની બાળકીનું પણ મોત થયું હતું. આ ઘટનાઓએ વરસાદ અને વીજળી સામે સાવચેતીની જરૂરિયાત ફરી એક વાર ઉજાગર કરી છે.
Read Original Article →