આજે ગુજરાતના 35,000થી વધુ ઉમેદવારની UPSC પ્રિલિમિનરી પરીક્ષા:અમદાવાદમાં 51 કેન્દ્રો પર બે તબક્કામાં કસોટી; બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન બાદ જ પ્રવેશ
કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા લેવાતી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા આજે 24 મે, રવિવારના રોજ દેશભરની સાથે ગુજરાતમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાંથી આ વર્ષે 35,000થી વધુ ઉમેદવારો આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારોનું બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન કર્યા બાદ જ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, 2 કલાક પહેલાં એન્ટ્રી શરૂ
સમગ્ર દેશમાં આ પરીક્ષા બે અલગ-અલગ શિફ્ટમાં યોજાઈ રહી છે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 09:30થી 11:30 વાગ્યા સુધીની છે. જ્યારે બીજી શિફ્ટ બપોરે 02:30થી 04:30 વાગ્યા સુધીની છે. પરીક્ષાના કડક નિયમોના ભાગરૂપે ઉમેદવારોને નિર્ધારિત સમય કરતાં બે કલાક વહેલા કેન્દ્ર પર રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું હતું. સવારની શિફ્ટ માટે સવારે 09:00 વાગ્યે અને બપોરની શિફ્ટ માટે બપોરે 02:00 વાગ્યે પરીક્ષા કેન્દ્રોના મુખ્ય પ્રવેશદ્વાર સત્તાવાર રીતે બંધ કરી દેવાયા હતા. અમદાવાદમાં 51 કેન્દ્રો પર કડક જાપતો, CCTVથી લાઇવ મોનિટરિંગ
ગુજરાતના મુખ્ય સેન્ટર એવા અમદાવાદ શહેરમાં જ કુલ 51 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષા દરમિયાન કડક ફ્રિસ્કિંગ રવામાં આવી છે. આ ઉપરાંત, દરેક પરીક્ષા કેન્દ્ર અને વર્ગખંડને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેનું કંટ્રોલ રૂમ ખાતેથી દિલ્હી અને સ્થાનિક નિરીક્ષકો દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અનીચ્છનીય ઘટનાઓ રોકવા માટે તમામ કેન્દ્રો પર લોકલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે. કોરોનામાં સ્વજન ગુમાવ્યા, ઘર ચલાવવા વકીલાત કરી પણ IASનું સપનું ન છોડ્યું: હરીશ
પરીક્ષા કેન્દ્ર પર મળેલા ઉમેદવાર હરીશે પોતાના સંઘર્ષ જણાવતા કહ્યું કે, હું છેલ્લા ઘણા સમયથી UPSCની તૈયારી કરી રહ્યો છું અને આ મારી ત્રીજી ટ્રાયલ છે. કોરોના કાળ દરમિયાન મારા પરિવારમાં સ્વજનનું નિધન થતાં આર્થિક જવાબદારી આવી પડી હતી, જેને કારણે હું વકીલાતના વ્યવસાયમાં લાગી ગયો હતો. ઘર ચલાવવા માટે નોકરી-ધંધો કરવો જરૂરી હોવાથી વકીલાતની સાથે સાથે UPSCની તૈયારી કરવી ખૂબ અઘરી સાબિત થાય છે, છતાં હું મારું IAS બનવાનું સપનું પૂરું કરવા મહેનત કરી રહ્યો છું. દેશની પરીક્ષા પદ્ધતિ પર સવાલો ઉઠાવતા હરીશે ઉમેર્યું કે, હાલના સમયમાં દેશ કે રાજ્યની બીજી કોઈ પરીક્ષા પર વિશ્વાસ કરી શકાતો નથી. પોલીસ ભરતી સહિતની દરેક પરીક્ષાઓમાં પેપર લીક થવાની અને ગેરરીતિઓની ઘટનાઓ બને છે. માત્ર UPSC જ એક એવી સંસ્થા છે, જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય કે અહીં પરીક્ષા ખૂબ જ સચોટ અને ગેરરીતિ વગર લેવાશે. આ વખતે પેપર મધ્યમ સ્તરનું પૂછાય તેવી આશા છે, પરંતુ કટ-ઓફ માર્ક્સ ખૂબ ઊંચા જતાં હોવાથી અત્યારથી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. રોજના 7 કલાકની મહેનત, આ વખતે પેપર સરળ નીકળશે તેવી આશા: ખુશી
અન્ય એક મહિલા ઉમેદવાર ખુશીએ પોતાની તૈયારીઓ અંગે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મેં આખા વર્ષ દરમિયાન આ પરીક્ષા પાસ કરવા માટે સખત પરિશ્રમ કર્યો છે. આખું વર્ષ રોજનું સરેરાશ 6થી 7 કલાક સુધીનું સઘન વાચન અને તૈયારી કરી છે. આટલી મહેનત બાદ આશા રાખી રહી છું કે આ વખતનું પેપર અપેક્ષાકૃત સરળ અને સ્કોરિંગ રહે. UPSC એટલે માત્ર જ્ઞાન નહીં, ધીરજ અને સમર્પણની કસોટી: જય જાની
અગાઉ વર્ષ 2024માં UPSCની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવાર જય જાનીએ પોતાના અનુભવના આધારે જણાવ્યું કે, આ મારો બીજો પ્રયાસ છે. તૈયારીઓ તો ખૂબ જ સારી છે અને ઉત્સાહ પણ ઘણો છે, પરંતુ વાસ્તવિક ચિત્ર તો પ્રશ્નપત્ર હાથમાં આવ્યા બાદ જ ખબર પડશે. UPSC નો સિલેબસ એટલો વિશાળ છે કે તેને પૂરો કરવા માટે પૂરતો સમય આપવો પડે છે અને નોટ્સ બનાવવી અઘરી બને છે. આ પરીક્ષા પાસ કરવા માટે માત્ર ભણવું પૂરતું નથી, પરંતુ તમારામાં અખૂટ પેશન્સ (ધીરજ) અને ડેડિકેશન (સમર્પણ) હોવું ખૂબ જ જરૂરી છે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ઉમેદવારો કોઈ પણ ખલેલ વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડીને નીચે મુજબના આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
Read Original Article →