ગુજરાત યુનિ.માં નોન ટીચિંગ સ્ટાફની બીજી પરીક્ષાની તારીખ જાહેર:29-30 એપ્રિલેના લેખિત પરીક્ષા લેવાશે, 54 કે તેથી વધુ માર્ક્સના ઉમેદવારો એક્ઝામ આપી શકશે

Gujarat4/8/2026, 6:35:00 PM
ગુજરાત યુનિ.માં નોન ટીચિંગ સ્ટાફની બીજી પરીક્ષાની તારીખ જાહેર:29-30 એપ્રિલેના લેખિત પરીક્ષા લેવાશે, 54 કે તેથી વધુ માર્ક્સના ઉમેદવારો એક્ઝામ આપી શકશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી હતી, જેમાં 130 જગ્યાઓ માટે હજારો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ ઉમેદવારોની બે તકબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે હવે બીજી પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આગામી 29 અને 30 એપ્રિલના રોજ પહેલી પરીક્ષામાં 54 કે તેથી વધુ માર્ક્સ આવેલા હોય તેવા ઉમેદવારો બીજી લેખિત પરીક્ષા આપી શકશે. જેના માટે ગુજરાત યુનિવર્સિટીએ વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. 29 અને 30 એપ્રિલના બીજી લેખિત પરીક્ષા ગુજરાત યુનિવર્સિટીમાં દ્વારા સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતના 36 અલગ અલગ વિભાગોમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી ચાલી રહી છે. જેમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની 17 પોસ્ટ અને સિનિયર ક્લાર્કની 80 પોસ્ટ સહિત 130 જગ્યા માટે 6 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થયા બાદ હવે 29 અને 30 એપ્રિલના રોજ બીજી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી પરીક્ષામાં 54 કે તેથી વધુ માર્ક્સ આવ્યા હશે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે બાદ બીજી પરીક્ષાની પરિણામ આવ્યા બાદ મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. મોટી ઉમરના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા અપાશે જો દ્વિતીય અને અંતિમ પરીક્ષામાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓના મેળવેલ ગુણ સરખા હશે તો પ્રથમ પરીક્ષામાં જેના ગુણ વધુ હશે તેને પસંદગીમાં અગ્રતા અપાશે. પ્રથમ પરીક્ષામાં પણ સરખા ગુણ હશે તો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષ/ છેલ્લા બે સેમેસ્ટરના જે-તે યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષાના ગુણની ટકાવારી જેની વધુ હશે તેને અગ્રતા અપાશે. સ્નાતક કક્ષાના યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષાના ગુણ પણ સરખા હશે તો હાયર સેકન્ડરીની પરીક્ષામાં જેના વધુ ગુણ હશે તેને ધ્યાને લઈ અગ્રતા અપાશે. છતાં જો તેમાં સરખા ગુણ હશે તો ઉમેદવારોની જન્મ તારીખને ધ્યાને રાખીને મોટી ઉમરના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા અપાશે.
Read Original Article →