ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગનો નિર્ણય, PMની અપીલની અસર:સૌ પહેલા સરકારી યુનિવર્સિટી આગળ આવી, મંત્રી પાટીલ અને પાનસેરિયા પણ પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે
પીએમ મોદીના વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણયથી ઇંધણની બચત થશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમની કોઈ વ્યવસ્તા નથી. પરંતુ કાર પુલિંગનો નિર્ણય છે જે અંગે સત્તાવાર પરિપત્ર પણ કર્યો છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે પણ કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં કે આસપાસ રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ વર્ક ફ્રોમ હોમનો કોઈ નિર્ણય નથી કારણકે હાલમાં ટિચિંગ સ્ટાફનું વેકેશન ચાલી રહ્યું છે.યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષા ચાલી રહી છે જેના કારણે નોન ટીચીંગ સ્ટાફને વર્ક ફ્રોમ હોમ ન આપી શકાય.પરીક્ષા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવશે. પાટીલ અને પાનસેરિયા પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે પોતે પહેલ કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી પેટ્રોલના ભાવમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની સુરક્ષા માટે ફાળવવામાં આવતી 'પાયલોટિંગ કાર' નો ઉપયોગ કરશે નહીં. સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રીઓને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ પાયલોટિંગ વાહનની સુવિધા મળતી હોય છે, પરંતુ વધતા ભાવ અને ઈંધણના વપરાશને ઘટાડવાના ઉમદા હેતુથી તેમણે આ સુવિધાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. દાયકાનું સૌથી મોટુ સંકટ, પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડો: PM
PM મોદીએ 11 મેના રોજ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. સરદાર ધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતં કે,પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવની અસર દુનિયા પર પડી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટુ સંકટ હતું. તો પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટા સંકટમાંની એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો સામનો કરી લીધો તો આ સંકટને પણ પાર પાડી દઈશું. ‘શક્ય હોય ત્યાં મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો’
ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે વિસ્તારમાંથી દુનિયાને ક્રુડ મળે છે તે જ ક્ષેત્રમાં આજે યુદ્ધની સ્થિતિ છે. એટલે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે તમામે મળીને નાના નાના સંકલ્પો કરવા પડશે. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે. મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. જેની પાસે કાર છે તેઓ અન્ય લોકોને સાથે લઈ ચાલે. જરુરી છે કે, સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું શાળાને પણ આગ્રહ કરું છું કે, થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ માટે વ્યવસ્થા કરે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →