આજે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી:9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું, તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં છેલ્લા 3થી 4 દિવસથી સતત ગરમીનો પારો 43.7 ડિગ્રી નોંધાયો હતો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ છેલ્લા 24 ક્લાકમાં અંગ દઝાડતી ગરમી પડી હતી. જેમાં 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરોમાં મહત્તમ તાપમાન દોઢથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આજે 22મે ના સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં
હવામાન વિભાગ તરફથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય અને ગરમી યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે આજે 23 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદનું તાપમાન 2 ડિગ્રી ગગડ્યું, છતાં 44 ડિગ્રી જેવો અનુભવ થયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, અમદાવાદમાં ગરમીનો પારો 2 ડિગ્રી ગગડ્યો છે. અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ યથાવત રહેતાં તાપમાનમાં વધારો થશે નહિ પણ બફારાને કારણે 42 ડિગ્રીએ 44 ડિગ્રીનો અનુભવ થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદમાં છેલ્લાં 3 દિવસથી ગરમીનો પારો 43.7 ડિગ્રી પર સ્થિર થયો હતો. પરંતુ 21મે અમદાવાદનું મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 41.7 ડિગ્રી, લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. દેશમાં ચોમાસાની સ્થિતિ
કેરળમાં 26 મેના રોજ દસ્તક આપી શકે છે નૈઋત્યનું ચોમાસુંનૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ અંદમાન સમુદ્રના બાકીના ભાગો તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મોડેલ અંદાજ મુજબ, કેરળમાં ચોમાસાનું આગમન 26 મે, 2026 ના રોજ થવાની પ્રબળ સંભાવના છે, જેમાં ±4 દિવસનો તફાવત હોઈ શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 થી 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત તરફથી પ્રવેશ કરતું હોય છે. હાલની દ્રષ્ટિએ આ વખતના ચોમાસામાં સામાન્ય ફેરફાર આવી શકે છે બાકી કોઇ ચિંતા જેવો વિષય નથી પણ જો પ્રિ મોન્સૂન સિઝન દરમિયાન ચક્રવાત જેવી સ્થિતિનું સર્જન થાય તો તેમાં ફેરફાર થવાની શક્યતાઓ પ્રબળ છે. વાંચો સંપૂર્ણ અહેવાલ આ પણ વાંચો
દેશમાં યુપીનું બાંદા સતત 5મા દિવસે સૌથી ગરમ
દેશનો અડધાથી વધુ ભાગ ગરમીથી તપી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિત 10 રાજ્યોના 24 શહેરોમાં ગુરુવારે તાપમાન 45°C થી વધુ રહ્યું. યુપીનું બાંદા 47.6°C સાથે સતત 5મા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. છત્તીસગઢના રાજનંદગાંવમાં 47°C તાપમાન નોંધાયું. દેશમાં ચાલી રહેલી ગરમીથી હાલ રાહત મળવાના કોઈ સંકેત નથી, આ વખતે સૌથી મોટો ખતરો એ છે કે દિવસની હીટવેવ પછી રાતો પણ ગરમ રહી છે. દેશના 35 શહેરોમાં ગુરુવારે રાતનું તાપમાન 30°C થી ઉપર રહ્યું. સૌથી વધુ 33.7°C તાપમાન રાજસ્થાનના હનુમાનગઢમાં નોંધાયું. યુપીમાં આગામી 3 દિવસ હીટવેવનું રેડ એલર્ટ છે. બિહારના પટના અને ગયાજીમાં ગરમીના કારણે 22 થી 26 મે સુધી ધોરણ 5 સુધીની સ્કૂલો બંધ કરવામાં આવી છે. જ્યારે, રાજ્યના મધેપુરા અને સહારસામાં ગુરુવારે વરસાદ થયો, આ દરમિયાન વીજળી પડવાથી 3 લોકોના મોત થયા. વાંચો સંપૂર્ણ અહેવાલ ઉનાળામાં ડિહાઇડ્રેશનથી મસલ્સ પેઇનની સમસ્યા ઉનાળાની ગરમીને કારણે ડિહાઇડ્રેશન સાથે શરીરના સ્નાયુઓ પણ પ્રભાવિત થાય છે. આને કારણે શરીરમાં દુખાવો થાય છે. ઘણીવાર લોકો તેને સામાન્ય દુખાવો સમજીને અવગણે છે, જ્યારે આ ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનો સંકેત હોઈ શકે છે. ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે, જેનાથી શરીરમાં પાણી અને જરૂરી ખનિજોની ઉણપ થાય છે. આને કારણે સ્નાયુઓમાં ખેંચાણ, દુખાવો અને ક્રેમ્પ્સની સમસ્યા વધી જાય છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
Read Original Article →