શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કર્યા:નવું સત્ર શરૂ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો, કાયમી શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી કરાર રિન્યૂ કરવા સૂચના

Gujarat6/9/2026, 3:10:05 PM
શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કર્યા:નવું સત્ર શરૂ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો, કાયમી શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી કરાર રિન્યૂ કરવા સૂચના
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ અછત હતી. તેમાં પણ ગયા વર્ષે જે જ્ઞાન સહાયકો શાળાને સોંપવામાં આવ્યા હતા તેને રીન્યુ કરવા કે નહીં તેને લઈને મૂંઝવણ હતી. જો કે હવે શિક્ષણ વિભાગે મૂંઝવણનો અંત લાવતા જ્ઞાન સહાયકોના કરારને વધુ એક શૈક્ષણિક વર્ષ માટે રિન્યૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાલમાં 5 હજારથી વધુ શિક્ષકો અને આશરે 500થી વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન થાય તે માટે કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકને રિન્યૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગના નવા પરિપત્રથી હજારો જ્ઞાન સહાયકોને ફાયદો રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત બાદ આખરે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોના કરારને રિન્યૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા પરિપત્ર કરી જાહેરાત કરવામાં આવી છે. સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને આગામી શૈક્ષણિક વર્ષ માટે પણ સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ જ્ઞાન સહાયક યોજનાના નિયમો મુજબ કરાર દર વર્ષે શૈક્ષણિક વર્ષના અંતે પૂર્ણ થતો હતો. પરંતુ જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવાના શિક્ષણ વિભાગના નવા પરિપત્રથી હજારો જ્ઞાન સહાયકોને ફાયદો થવાનો છે. 5 હજાર શિક્ષકો અને 500 આચાર્યોની જગ્યાઓ ખાલી રાજ્યની શાળાઓમાં હાલમાં શિક્ષકોની મોટી અછત જોવા મળી રહી છે. અત્યારે રાજ્યની માધ્યમિક શાળાઓમાં 3,200થી વધુ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 2,400 શિક્ષકો તેમજ આશરે 500 આચાર્યોની જગ્યાઓ ખાલી છે. જેથી આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોય છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકોને રીન્યુ કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપવામાં આવી છે. કરાર રિન્યૂ કરવા કમિશનર શાળાઓની કચેરીએ મંજૂરી આપી શિક્ષણ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે જ્ઞાન સહાયકોની નિમણૂક હાલ કાર્યરત છે અને જેમનો કરાર શૈક્ષણિક વર્ષ 2025-26ના અંતે પૂર્ણ થવાનો હતો, તેમના કરારને શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રિન્યૂ કરવામાં આવશે. તેમજ શૈક્ષણિક વર્ષ દરમિયાન જ્ઞાન સહાયક ગમે ત્યારે સેવામાં જોડાયેલા હશે તો પણ તેવા જ્ઞાન સહાયકનો કરાર જે તે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આપોઆપ રદ થયો ગણવામાં આવશે. તેમજ કાયમી શિક્ષકોની અથવા નવા જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી કરાર રિન્યૂ કરવા કમિશનર શાળાઓની કચેરીએ મંજૂરી આપી છે.
Read Original Article →