આજે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ, 7 એપ્રિલે પણ વરસાદની શક્યતા

Gujarat4/4/2026, 12:35:00 AM
આજે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ, 7 એપ્રિલે પણ વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેને કારણે કચ્છ-ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણ માં પલટો આવતા માવઠું થયું હતું. અમદાવાદમાં પણ સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારના ઓઢવ, નિકોલ, નરોડા, વિરાટનગર, સિંગરવા, વસ્ત્રાલ, કઠવાડા જેવા વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં અને ભારે પવન સાથે વરસાદ પણ થયો હતો.
Read Original Article →