ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ:પ્રી-મોન્સૂન એક્ટિવિટી યથાવત, મુંબઈમાં ચોમાસું વહેલું પહોંચી શકે
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે. જ્યારે મુંબઈમાં આ વર્ષે ચોમાસું સમયસર કે વહેલું દસ્તક આપી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. જોકે, આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. 24 કલાક ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે, વીજળીના કડાકા-ભડાકા અને મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આજથી 11 જૂન સુધીની આગાહી
જેમ-જેમ દિવસો આગળ વધશે તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. જોકે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં આગામી 6 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે. મુખ્ય શહેરોનું મહત્તમ તાપમાન અને છેલ્લા 24 કલાકની ગરમીની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3°C નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 40.7°C અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 40.4°C નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. આ પણ વાંચો: ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, કેરળમાં ભારે વરસાદ, રાજસ્થાનમાં વાવાઝોડા-વરસાદથી 4નાં મોત
3 દિવસના વિલંબથી આવ્યા બાદ ચોમાસાએ ગતિ પકડી લીધી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને પાર કરીને ચોમાસું યોગ્ય સમયે ગોવા પહોંચી ગયું છે. અહીં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આશા છે કે ચોમાસું મુંબઈમાં સમયસર અથવા વહેલું દસ્તક આપી શકે છે. હાલમાં પણજી, બેંગલુરુ, સાલેમ, પંબનમાં ચોમાસાને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે કેરળમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 દિવસમાં ચોમાસું આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ અને બંગાળના કેટલાક ભાગો સુધી પહોંચવાનો અંદાજ છે. 10 દિવસમાં તે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આવી શકે છે. જોકે, બાદમાં ચોમાસું અટકી શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →