આજથી 3 દિવસ ગરમી તોબા પોકારાવી દેશે:અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 43 પાર પહોંચી શકે, 30મીથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે

Gujarat5/27/2026, 3:43:34 AM
આજથી 3 દિવસ ગરમી તોબા પોકારાવી દેશે:અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 43 પાર પહોંચી શકે, 30મીથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે
ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી.ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. 30મીથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા હોય તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 30 થી 1 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું સોમવારે રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 43.2 ડિગ્રી ગરમીન નોંધાઈ હતી. રાજકોટમાં 44°C તો અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 43°C ડિગ્રીએ પારો પહોંચવાની સંભાવના હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. આજે રાજકોટમાં ગરમીનો પારો 44°C પહોંચે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારમાં બફારાના કારણે અકળામણ અનુભવાશે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા હોટ એન્ડ હ્રુમીડ કંડીશનની આગાહી કરી છે. જેના કારણે 28મી તારીખ સુધી બફારાના કારણે અકળામણ અનુભવાશે. 3 દિવસ તાપમાન યથાવત રહેશે, 30મીથી ગરમી ઘટશે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની શક્યતા છે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ સાથે 30 મે થી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃ શું ઉનાળામાં તમને એસિડિટીની સમસ્યા પરેશાન કરે છે?:લાઇફસ્ટાઇલમાં 12 ફેરફારો કરો ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન ચોમાસા અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે અને આગામી 2 થી 3 દિવસમાં તે અરબ સાગરના વધુ વિસ્તારો, માલદીવ, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધશે. જોકે, હાલ આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ ખાસ જોવા મળી રહી નથી. ઉપરાંત, પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી 1.5 કિમી ઊંચાઈએ એક ટ્રફ સર્જાયેલો છે, જ્યારે 28 મે આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે.
Read Original Article →