યુવકે કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલીને દંડા માર્યા:આરોપીએ કહ્યું , કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો'તો, આજે તો તને પતાવી દેવાનો છે; અમદાવાદમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

Gujarat4/8/2026, 9:33:47 AM
યુવકે કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલીને દંડા માર્યા:આરોપીએ કહ્યું , કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો'તો, આજે તો તને પતાવી દેવાનો છે; અમદાવાદમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને મુળ નર્મદાના ઢોલાર ગામના વતની જયેશ વસવાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રસિંહ જાડેજા (રહે, આદર્શ સોસાયટી, મેઘાણીનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ, એટ્રોસિટીની ફરિયાદ કરી છે. જયેશ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા અટકાયત કરી હતી 6 એપ્રિલ સોમવારની રાતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ.બી.ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અનિલ, તુષારસિંહ અને જયેશ સહિતના કર્મીઓ પેટ્રોલિંગમાં હતાં, તે દરમિયાનમાં મંગલપાંડે હોલની બાજુના ગાર્ડનમાં એક શખ્સ બેઠો હતો. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા જયેશ વસાવા તેની પાસે ગયો હતો અને તેનું નામ પુંછ્યું હતું. યુવકે પોતાનું નામ આપવાનો ઈન્કાર કરી દેતા જયેશ વસાવાએ તેની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. પોલીસનું નામ પડતાની સાથે જ શખ્સે પોતાની નામ જીતેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું. પોલીસ કર્મચારીની માફી માંગી લેતા કાર્યવાહી વગર જવા દીધો હતો પોલીસ જીતેન્દ્રસિંહને ગાર્ડનમાંથી જવાનું કહેતા તેને દાદાગીરી કરી હતી. જીતેન્દ્રસિંહે પોલીસ કર્મચારી જયેશ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ જીતેન્દ્રસિંહની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને તમામ પોલીસ કર્મચારીની માફી માંગી હતી. પોલીસે જીતેન્દ્રસિંહને પોલીસ સ્ટેશનથી કોઈપણ કાર્યવાહી કર્યા વગર જવા દીધો હતો. 'કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે' ગઈકાલે (7 એપ્રિલ) રાતે કોન્સ્ટેબલ જયેશ નોકરી પુર્ણ કરીને પોતાનું ટુવ્હિલર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતાં. મેમ્કો રાજીવગાંધી ભવનની સામેની હોટેલમાં જઈને જયેશે જમવાનું પાર્સલ કરાવ્યુ હતું. આ દરમિયાનમાં જીતેન્દ્રસિંહ તેની બાઈક લઈને આવ્યો હતો. જીતેન્દ્રસિંહના હાથમાં લાકડી હતી અને કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. જીતેન્દ્રસિંહ કોન્સ્ટેબલને જાતિવાચક શબ્દ બોલીને કહેવા લાગ્યો હતો કે, કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો આજે તો તને પતાવી દેવાનો છે. હત્યાની કોશિષ તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધાયો જયેશ પર હુમલો કર્યા બાદ જીતેન્દ્રસિંહ ત્યાથી નાસી ગયો હતો. જયેશને શરીર પર ઈજા થતાની સાથે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. ઘટનાની જાણ મેઘાણીનગર તેમજ શહેરકોટડા પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતાં. શહેરકોટડા પોલીસે આ મામલે જીતેન્દ્રસિંહ વિરૂદ્ધ હત્યાની કોશિષનો તેમજ એટ્રોસિટીનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે.
Read Original Article →