રાજ્યમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી:11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદના કારણે ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો

Gujarat6/3/2026, 12:30:00 AM
રાજ્યમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી:11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદના કારણે ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો
રાજ્ય પર સર્જાયેલા બે સાયરક્લોનિક સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર સર્જાયેલી ત્રણ સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પણ પ્રતિ કલાક 50 થી 60 કિમીની ઝડપ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વરસાદી વાતાવરણના કારણે ગરમીમાં રાહત રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી એક બે દિવસમાં હજી પણ વધુ ઘટાડો થવાની શક્યતા છે. અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા પણ ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે. આવતીકાલે ચોમાસુ કેરળ પહોંચી શકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે ( 6 જૂન) કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે.
Read Original Article →