પાલિકા-પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ આજે મૂરતિયા જાહેર કરશે:સંભવિત ઉમેદવારોના નામ આવ્યા સામે, રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટથી ચૂંટણી લડી શકે

Gujarat4/4/2026, 6:35:00 PM
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ આજે મૂરતિયા જાહેર કરશે:સંભવિત ઉમેદવારોના નામ આવ્યા સામે, રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટથી ચૂંટણી લડી શકે
ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં લાગી છે. આપ દ્વારા તો બે યાદી જાહેર પણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાયા બાદ આજે 15 મહાનગરપાલિકા માટે પોતાના મૂરતિયાના નામની જાહેરાત કરશે. રાજ્યની 6 જૂની મહાનગરપાલિકામાં કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટરો છે તેમાંના મોટાભાગના રિપિટ થઈ શકે છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે. રાજકોટ અને સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના કેટલાક સંભવિતોના નામ પણ સામે આવી ચૂક્યા છે. જેની આજે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 11 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ રાજ્યમાં આ વખતે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10005 બેઠકોની એક જ તબક્કામાં એક સાથે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ સંસ્થાઓમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે તમામ પક્ષે 10 એપ્રિલ સુધીમાં પોતાના મૂરતિયાઓ જાહેર કરી દેવાના રહેશે.
Read Original Article →