NHSRCL પ્રોજેક્ટને પગલે અમદાવાદ રેલવે ડિવિઝનમાં બ્લોક:ગુજરાત મેલનો મણિનગર સ્ટોપેજ રદ, 08 મે સુધી રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કાંકરિયા–વટવા રેલખંડ પર NHSRCL (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરી માટે વિશેષ બ્લોક લેવામાં આવ્યો હોવાથી, 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી બે મુખ્ય ઇન્ટરસિટી ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 19036 મણિનગર – વડોદરા અને ટ્રેન નંબર 19035 વડોદરા – વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ગુજરાત મેલના સ્ટોપેજમાં ફેરફાર
માત્ર ટ્રેન રદ જ નહીં, પરંતુ લાંબા અંતરની ટ્રેનોના શિડ્યુલમાં પણ આંશિક ફેરફાર કરાયા છે. ટ્રેન નંબર 12902 અમદાવાદ – દાદર ગુજરાત મેલનો મણિનગર સ્ટેશન પરનો ઠેરાવ (Stoppage) 04 એપ્રિલ 2026 થી 08 મે 2026 સુધી અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઊભી રહેશે નહીં. મુસાફરો માટે સૂચના
ઉનાળાની સિઝનમાં મુસાફરી કરનારા મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલાં NTES એપ અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ટ્રેનોની લેટેસ્ટ સ્થિતિ તપાસી લે.
Read Original Article →