અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપને 2364 બાયોડેટા મળ્યા:રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ફોન આવ્યો; આવતીકાલે પ્રથમ યાદી, 4 દિવસમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત: ચાવડા

Gujarat4/4/2026, 4:49:54 AM
અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપને 2364 બાયોડેટા મળ્યા:રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ફોન આવ્યો; આવતીકાલે પ્રથમ યાદી, 4 દિવસમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત: ચાવડા
ગુજરાતમાં ચૂંટણી માહોલ બરાબરનો જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ-આપની સેન્સ પ્રક્રિયા બાદ હવે ઉમેદવારોને ફાઇનલ કરવાને લઈને બેઠકોનો દોર જામ્યો છે. આપની પ્રથમ બાદ બીજી યાદી પણ જાહેર થઈ ગઇ છે. તો અમદાવાદમાં ઉમેદવારોની ફાઇનલ યાદીને લઈને રાજીવ ગાંધી ભવન ખાતે AICCના નવા બે સહ પ્રભારીની હાજરીમાં બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે(4 એપ્રિલ) રાજકોટ મનપા માટે કોંગ્રેસે 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આજે કોંગ્રેસ કાર્યાલય પર 9 કોર્પોરેશનના ઉમેદવારોની પેનલ પર ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે પ્રથમ લિસ્ટ જાહેર થશે અને 4 દિવસમાં તબક્કાવાર તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરાશે. આ બધા વચ્ચે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મહેમાન બન્યા છે. ખાનપુરના ઐતિહાસિક જે.પી. ચોક ખાતે ભાજપ કાર્યાલયની સામે અસદુદ્દીન ઓવૈસી આજે સાંજે જાહેર સભા યોજી ચૂંટણીનો શંખનાદ કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે.
Read Original Article →