સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ AAPના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર:મનોજ સોરઠીયાએ કહ્યું- શાસક પક્ષમાં ટિકિટ માટે અંદરો અંદર ખેંચતાણ, કોંગ્રેસમાં યોગ્ય ઉમેદવારોની અછત

Gujarat4/10/2026, 10:24:37 AM
સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈ AAPના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર:મનોજ સોરઠીયાએ કહ્યું- શાસક પક્ષમાં ટિકિટ માટે અંદરો અંદર ખેંચતાણ, કોંગ્રેસમાં યોગ્ય ઉમેદવારોની અછત
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસ પર ઉમેદવારો જાહેર કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો છે. AAP દ્વારા રાજ્યભરની 5500થી વધુ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને યોગ્ય ઉમેદવારોના અભાવે હજુ સુધી યાદી જાહેર થઈ શકી નથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં વિલંબ થતા રાજકીય ગરમાવો વધ્યો છે. AAPના ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીની જાહેરાત થયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી પોતાના પત્તા ખોલી શક્યા નથી. AAPના ઉમેદવારો હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે, જ્યારે ભાજપના કાર્યકર્તાઓ લાંબા સમયથી યાદીની રાહ જોઈ રહ્યા છે. સોરઠીયાએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીની સક્રિયતાના કારણે બંને મુખ્ય પક્ષો પર ભારે દબાણ ઊભું થયું છે. શાસક પક્ષમાં ગંભીર આંતરિક મતભેદો ભાજપ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, શાસક પક્ષમાં ગંભીર આંતરિક મતભેદો પ્રવર્તી રહ્યા છે. મોટા નેતાઓ પોતાના માનીતા માણસોને ટિકિટ અપાવવા માટે અંદરો અંદર ખેંચતાણ કરી રહ્યા હોવાથી ઉમેદવારોના નામ નક્કી કરવામાં અવરોધ આવી રહ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે પાર્ટી પાસે ચૂંટણી લડવા માટે યોગ્ય ઉમેદવારોની અછત હોવાથી તેઓ યાદી જાહેર કરવામાં પાછળ પડ્યા છે.
Read Original Article →