ભાજપ-કોંગ્રેસ આજે પાલિકા-પંચાયતના ઉમેદવાર જાહેર કરશે:BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ, 3 દિવસમાં 10 હજાર ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયાને આઠ દિવસ વિતી ચૂક્યા છે. 11 એપ્રિલ ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો બાકી રહેતા ઉમેદવાોરના નામની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. ઝોન વાઈઝ તમામ ઉમેદવારોના નામ પર ચર્ચા કરાયા બાદ આજે યાદીને અંતિમરૂપ અપાશે અને ત્યારબાદ જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ તેની બીજી યાદી આજે જ જાહેર કરી શકે છે. ભાજપના 10,005 ઉમેદવારો જાહેર કરવાના બાકી
રાજ્યમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10005 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તમામ બેઠક પર ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે ભાજપ આજે મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દે તેવી પૂરી શક્યતા છે. કોંગ્રેસે પણ અત્યાર સુધીમાં 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી છે. જેથી બાકી રહેતા ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત આજે થઈ જશે. વિવાદ થવાની સંભાવના હોય તે બેઠક પર જાહેરાત બાકી રહી શકે
ભાજપ અને કોંગ્રેસને જે બેઠકો પર નામની જાહેરાત કરાયા બાદ વિવાદ થવાની શક્યતા લાગતી હશે તે બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત અંતિમ ઘડીએ થઈ શકે અથવા નક્કી ઉમેદવારને ટેલિફોનિક જાણ કરાઈ શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ
2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
Read Original Article →