Live Updates
સુરતમાં પાટીદાર ગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી:રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો, અમદાવાદમાં ઓવૈસીના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે બે દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર બહુલ વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને આજે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી
જ્યાં તેઓ સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે. સાંજે 5 વાગ્યે જુના રાજકોટ વિસ્તારમાં તેઓ ભવ્ય રોડ શો યોજવાના છે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો
તેઓ શહેરની જૂની બજારમાં રોડ શો યોજી વેપારીઓને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ પણ કરશે. રાજકોટના ત્રિકોણબાગથી શરૂ કરી ગરેડીયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર અને પરત ત્રિકોણબાગ ખાતે રોડ શો પૂર્ણ કરવામાં આવશે. 'અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે'
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં મિરઝાપુરના કુરેશી ચોકમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા યોજી હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોડ, ગટર, વરસાદી પાણીના નિકાલની જરૂર છે. અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે. કુરેશી સમાજના લોકો જ્યારે પશુઓ લઈને આવે છે ત્યારે ગૌરક્ષક અને RSS રોકે છે. 'બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા'
ભારતમાં મુસ્લિમની નેતાગીરી હોવી જોઈએ. માત્ર જો વોટર બનશો તો તમારી તકલીફો દૂર નહીં થાય. લોકો મારા પર આરોપ લગાવે છે કે, હું ચૂંટણી લડું છું. પશ્ચિમ બંગાળમાં અનેક પાર્ટીઓ ચૂંટણી લડે છે, પરંતુ માત્ર મારા પર ભાજપને જીતાડવાનો આરોપ લગાડવામાં આવે છે. જે વધુ સીટ પર લડે છે એમને કોઈ પૂછવા આવતું નથી. જ્યારે મુસ્લિમની નેતાગીરી હશે અને તેમને રોકશે નહીં. હું તમામને કહું છું કે, તમે આરોપ લગાવી દો. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી લડીશ. હું ગુજરાતમાં પાંચ ધારાસભ્ય લડાવીશ અને જીતીશું. બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે. 2002ના તોફાનો કઈ જ નથી એના પહેલા કોંગ્રેસની સરકારમાં બહુ તોફાનો થયા છે. 'તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી'
AIMIM પાર્ટીના નેતા બનાવવા માટે આવ્યો છું. તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી. તમારા વોટથી પાર્ટીને સફળ બનાવવાની છે. તમારી નેતાગીરીને મજબૂત કરવાની છે. ભારતના કરોડો મુસ્લિમોનો અવાજ બનીશું. તમારો વોટ કોઈને સફળ બનાવવા માટે હશે. 'UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું'
તમારો મત ભાજપ વિરુદ્ધ હોવો જોઈએ. ગુજરાતના ભાજપ અને RSS નેતાઓને કહેવા માગું છું કે, તમે મુસ્લિમ વિરુદ્ધ UCC બિલ લાવ્યા છો. UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું. આ બિલ વિરુદ્ધમાં તમારે મત આપવાનો છે. કોંગ્રેસે અશાંતધારો બનાવ્યો છે. અશાંતધારો અને UAPA કોંગ્રેસે બનાવ્યો છે અને ભાજપે તેને વધારે ખરાબ કરી નાખ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરો છો તો કેમ અશાંતધારો લાગુ કર્યો છે? અશાંતધારો લાગુ કર્યો છે. હું જવાબદારી સાથે કહું છું કે આ ચૂંટણી પૂરી થયા બાદ 3 મહિનામાં અમારા નેતા ગુજરાત આવશે અને કોર્પોરેટરને મળશે અને બધાને સુધારશે.
Read Original Article →