પિઝા અને બર્ગર ખાવાને લીધે એસિડિટી થઈ:વિધાર્થી કાયદાના કોર્સમાં હાજરી આપી શક્યો નહીં, યુનિવર્સિટીએ પરીક્ષામાં બેસવા ન દેતા અરજદાર હાઇકોર્ટ પહોંચ્યો

Gujarat4/11/2026, 10:23:05 AM
પિઝા અને બર્ગર ખાવાને લીધે એસિડિટી થઈ:વિધાર્થી કાયદાના કોર્સમાં હાજરી આપી શક્યો નહીં, યુનિવર્સિટીએ પરીક્ષામાં બેસવા ન દેતા અરજદાર હાઇકોર્ટ પહોંચ્યો
મારવાડી યુનિવર્સિટીના LLBના ચોથા વર્ષના એક વિદ્યાર્થી માટે જે બાબત અપૂરતી હાજરીના કિસ્સા તરીકે શરૂ થઈ હતી, તેણે ગુજરાત હાઈકોર્ટમાં એક વિચિત્ર વળાંક લીધો હતો, જેમાં વિદ્યાર્થીએ તેના વર્ગોમાં ગેરહાજરીને તેની ખાવા-પીવાની ટેવો સાથે જોડી હતી. વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ વિધાર્થીને ફરજિયાત 75% હાજરી પૂરી ન કરવા બદલ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા, વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી તેની શૈક્ષણિક પ્રગતિને અસર ન થાય. રૂબરૂમાં પોતાની દલીલ કરતા તેણે પોતાની લાંબી ગેરહાજરી પાછળ સ્વાસ્થ્યના કારણો આપ્યા હતા અને મેડિકલ કાગળો રજૂ કર્યા હતા જેમાં એસિડિટીનો ઉલ્લેખ હતો. પિત્ઝા અને બર્ગર ખાવાને કારણે તબિયત બગડી વધુ તપાસ કરતા બીમારી પાછળનું કારણ ધ્યાન ખેંચનારું હતું. વિદ્યાર્થીએ ડોક્ટરના સર્ટિફિકેટનો આધાર લીધો હતો જેમાં જણાવાયું હતું કે તેની હાલત મહિનાઓ સુધી પિત્ઝા અને બર્ગર ખાવાને કારણે બગડી હતી. દસ્તાવેજોમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેણે છેલ્લા ત્રણ મહિનામાં ચાર-પાંચ વાર ડોક્ટરની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ જોખમાય નહીં તે માટે ઉકેલ શોધે બીજી તરફ યુનિવર્સિટીએ વિદ્યાર્થીની પરીક્ષા આપવાની અપાત્રતાને યોગ્ય ઠેરવવા માટે હાજરીના નિયમો પર ભાર મૂક્યો હતો. હાઈકોર્ટે સૂચન કર્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીનું શૈક્ષણિક વર્ષ જોખમાય નહીં તે માટે કોઈ ઉકેલ શોધે. આ પછી યુનિવર્સિટીએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિદ્યાર્થી જે તેની ગેરહાજરીને કારણે 15% વેઇટેજ ધરાવતી મિડ ટર્મ-1 પરીક્ષા ગુમાવી ચૂક્યો હતો, તે હજુ પણ મિડ ટર્મ-2 અને અંતિમ પરીક્ષાઓમાં બેસી શકે છે. 16 એપ્રિલના વધુ સુનાવણી જો કે ગુમાવેલા 15% ગુણ વિધાર્થી છોડવા તૈયાર ન હોવાથી, વિદ્યાર્થીએ તરત જ આ પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. ત્યારબાદ કોર્ટે તેને 16 એપ્રિલ સુધીમાં પુનઃવિચાર કરવા માટે સમય આપ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે તે સમય સુધીમાં અરજદારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપવામાં આવે છે કે શું તેઓ 20 એપ્રિલ, 2026 થી શરૂ થનારી મિડ-ટર્મ-II પરીક્ષામાં બેસવા માંગે છે કે કેમ? જો આગામી સુનાવણી સુધીમાં અરજદાર દ્વારા કોઈ એફિડેવિટ ફાઈલ કરવામાં નહીં આવે, તો એમ માનવામાં આવશે કે અરજદાર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ સાથે સંમત નથી. આ બાબતની વધુ સુનાવણી હવે 16 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં યુનિવર્સિટી પણ મેરિટ પર તેનો જવાબ દાખલ કરે તેવી અપેક્ષા છે.
Read Original Article →