સેવન્થ ડે સ્કૂલનું મેનેજમેન્ટ DEO હસ્તગત લેવાનો મામલો:સ્કૂલે રાહત મેળવવા ડબલ જજની બેન્ચ સમક્ષ કરી અપીલ, હાઇકોર્ટે સરકાર પાસે કેટલાક ખુલાસા માંગી સોમવારે સુનવણી રાખી
ગુજરાત હાઇકોર્ટમાં સેવન્થ ડે શાળા દ્વારા ચીફ જજની બેંચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, સ્કૂલનું મેનેજમેન્ટ સરકારે પોતાના હસ્તક લીધું છે અને કોઈ પણ નવા વિદ્યાર્થીઓને એડમિશન અપાય રહ્યું નથી. DEO અત્યારે સ્કૂલનો વહીવટકર્તા છે. શિક્ષણ વિભાગના આ હુકમ ઉપર સ્ટે મૂકવા તેઓએ સિંગલ જજ સમક્ષ માંગ કરી હતી, જેને નકારી દેવાતા આ અરજી કરવામાં આવી છે. સ્કૂલને ખુલાસો આપવા માટે પૂરતો સમય ન અપાયાની રજૂઆત
અરજદારે જણાવ્યું હતું કે, સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા બાદ આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, DEO એ નીમેલ તપાસ કમિટીનો અહેવાલ તેમને આપવામાં આવ્યો નથી. વર્ષ 1987થી આ માઈનોરીટી સ્કૂલ ચાલી રહી છે. સરકાર ફોજદારી જવાબદારી પણ સ્કૂલ પર નાખવા પ્રયત્ન કરી રહી છે. સ્કૂલને પોતાના તરફથી ખુલાસો આપવા માટે પણ પૂરતો સમય અપાયો નથી. અરજી પર વધુ સુનાવણી મે મહિનામાં રખાઈ
DEOની સલાહ પર શિક્ષણ વિભાગે ઉપરોક્ત ઠરાવ પસાર કર્યો છે પરંતુ, તેઓ માઈનોરીટી સંસ્થાનું મેનેજમેન્ટ હાથમાં લઈ શકે નહીં. વળી યોગ્ય કાર્યવાહી વગર પણ તેઓ આવા કોઈ પગલા ભરી શકે નહીં. સ્કૂલ તપાસમાં સહકાર આપી રહી છે. સિંગલ જજ સમક્ષ કરાયેલી અરજી પર વધુ સુનવણી મેં મહિનામાં રાખવામાં આવી છે. સરકાર સોમવારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે
હાઇકોર્ટની ડબલ જજની બેંચે નોંધ્યું હતું કે, તપાસ કમિટીનો રિપોર્ટ સ્કૂલને અપાયો નથી. આ પ્રાથમિક રિપોર્ટ હોવા છતાં સ્કૂલને કોઈ શો-કોઝ નોટીસ અપાઇ નથી. સ્કૂલને રજૂઆતની પૂરતી તક આપ્યા વગર પગલાં લેવા તે કુદરતી નિયમોના સિદ્ધાંતનો ભંગ છે. જેથી, સ્કૂલને તપાસ કમિટીનો રિપોર્ટ સોંપવામાં આવશે કે કેમ, DEO એ જે સૂચનો શિક્ષણ વિભાગની કર્યા છે, તે સ્કૂલને આપવામાં આવશે કે કેમ અને તેમને સાંભળવાની તક આપવામાં આવશે કે કેમ તે અંગે સરકાર સોમવારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે.
Read Original Article →