સાણંદની 21 સપ્તાહ પ્રેગ્નેન્ટ 19 વર્ષીય યુવતીને ગર્ભપાતની મંજૂરી:હાઈકોર્ટે ડોક્ટરોના મેડિકલ રિપોર્ટ બાદ મંજૂરી આપી, ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાત કરાવ્યો
ગુજરાત હાઇકોર્ટમાં સાણંદની 19 વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતીએ પોતાના 21 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. હાઇકોર્ટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલને તેણીની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ્રાય આપવા નિર્દેશ આપ્યા હતા. યુવતીને મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી
જેના રિપોર્ટ મુજબ યુવતીને 21 સપ્તાહ અને 6 દિવસનો ગર્ભ છે. મેડિકલ રીતે તેનો ગર્ભપાત શક્ય છે. ગુજરાત હાઇકોર્ટે 13 માર્ચના રોજ યુવતીને મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી આપી છે. ગર્ભપાત કરતા પહેલા તેની સહમતિ લેવામાં આવશે. તેમાં રહેલ જોખમો વિશે તેને જણાવવામાં આવશે. તેના ગર્ભના DNA સેમ્પલ તપાસ અધિકારીને સોંપવામાં આવશે. પીડિતાની અગાઉ 4 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી
જો બાળક જીવિત જન્મે અને યુવતી તેને રાખવાના માંગે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુવતીએ ફરિયાદ કરી હતી કે હોસ્પિટલ તેને દાખલ કરી રહી નથી. સાણંદની આ 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાની અગાઉ આ જ હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. જ્યારે તેણે ડોક્ટરોને તેનો 21 અઠવાડિયાનો ગર્ભ ગર્ભપાત કરવા વિનંતી કરી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તેને સક્ષમ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. ગર્ભપાત કરવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી
ત્યારબાદ તેણીને રજા આપી દેવામાં આવી હતી અને તેણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની જોગવાઈઓ હેઠળ ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ સત્તાધીશોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જ્યારે આ અરજી સુનાવણી માટે આવી ત્યારે અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પીડિતા હોસ્પિટલમાં છે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તેને પેટમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાતની મંજૂરી
Read Original Article →