ગુજરાત હાઇકોર્ટમાં AIના ઉપયોગ અંગે નીતિ જાહેર:'AI માત્ર એક સહાયક સાધન ઉપયોગ પરંતુ ન્યાયિક અને વિવેકબુદ્ધિ સર્વોપરી, ન્યાયિક નિર્ણયો લેવા ઉપયોગ નહીં'

Gujarat4/4/2026, 2:52:54 PM
ગુજરાત હાઇકોર્ટમાં AIના ઉપયોગ અંગે નીતિ જાહેર:'AI માત્ર એક સહાયક સાધન ઉપયોગ પરંતુ ન્યાયિક અને વિવેકબુદ્ધિ સર્વોપરી, ન્યાયિક નિર્ણયો લેવા ઉપયોગ નહીં'
ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક અને વહીવટી પ્રક્રિયામાં AIના ઉપયોગને લઈને એક પોલિસી બહાર પાડી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, પરંતુ સાથે સાથે ન્યાયિક સ્વતંત્રતા અને માનવીય વિવેકબુદ્ધિની સર્વોપરિતા જાળવી રાખવાનો છે. ન્યાય વિતરણમાં AI માત્ર એક સહાયક સાધન તરીકે રહેશે, ન્યાયાધીશના વિકલ્પ તરીકે નહીં. ભાષા સુધારવા અને વ્યાકરણની ભૂલો સુધારવા AIનો ઉપયોગ કરી શકાશે AIનો ઉપયોગ કેસોનું વિતરણ, આંકડાકીય અહેવાલો તૈયાર કરવા અને આંતરિક તાલીમ માટે પ્રેઝન્ટેશન બનાવવા, ચુકાદાઓ શોધવા, કાયદાકીય સિદ્ધાંતોનું વિશ્લેષણ કરવું અને સંદર્ભો મેળવવા, દસ્તાવેજોનું મશીન દ્વારા ભાષાંતર અને સુનવણીનું લખાણ તૈયાર કરવા કરી શકશે, જો કે તેની માનવીય ચકાસણી અનિવાર્ય છે. AIથી મુસદ્દાની ભાષા સુધારવા અને વ્યાકરણની ભૂલો સુધારવા માટે ઉપયોગ કરી શકાય છે. ગોપનીય વિગતો પબ્લિક AI સાધનોમાં નાખી શકાશે નહીં જો કે જામીન, સજા કે ચુકાદા અંગેના ન્યાયિક નિર્ણયો લેવા માટે AIનો ઉપયોગ કરી શકાશે નહીં. પુરાવાઓનું વર્ગીકરણ, તેની વિશ્વસનીયતા તપાસવી કે સાક્ષીઓની જુબાનીનો સારાંશ બનાવવા પર પ્રતિબંધ છે. પક્ષકારો કે સાક્ષીઓના નામ, સરનામાં અથવા પેન્ડિંગ કેસની ગોપનીય વિગતો પબ્લિક AI સાધનોમાં નાખી શકાશે નહીં. AI દ્વારા આપવામાં આવેલા કેસ લો કે કાયદાના સંદર્ભોને સત્તાવાર સ્ત્રોત થી ચકાસ્યા વગર વાપરી શકાશે નહીં. AIની ભૂલને બચાવ તરીકે રજૂ કરી શકાશે નહીં દરેક ન્યાયાધીશ અને કોર્ટ અધિકારી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા આદેશો અને ચુકાદાઓ માટે અંગત રીતે જવાબદાર રહેશે. AIની ભૂલને બચાવ તરીકે રજૂ કરી શકાશે નહીં. AI દ્વારા તૈયાર કરાયેલ કોઈપણ સામગ્રીને ઉપયોગમાં લેતા પહેલા જવાબદાર અધિકારીએ તેની સમીક્ષા અને પ્રમાણિત કરવી ફરજિયાત છે. AI માત્ર સહાયક સાધન, ન્યાય આપવાનો અધિકાર અને જવાબદારી માત્ર ન્યાયાધીશ પાસે જ રહેશે આ નીતિના કોઈપણ નિયમનું ઉલ્લંઘન 'ગેરવર્તણૂક' ગણાશે અને તેના પર શિસ્તભંગના સહિતના પગલાં લેવામાં આવશે. AIનો ઉપયોગ Digital Personal Data Protection Act, 2023 અને અન્ય IT કાયદાઓ મુજબ કરવાનો રહેશે. યુઝર્સે AI ના ફાયદા અને મર્યાદાઓ સમજવા માટે ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા તાલીમ મેળવવી જરૂરી છે. AI માત્ર સહાયક સાધન છે. ન્યાય આપવાનો અધિકાર અને જવાબદારી માત્ર ન્યાયાધીશ પાસે જ રહેશે.
Read Original Article →