રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવ:48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે, સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે
રાજ્યના ફરી એક વખત કાળઝાળ ગરમી નાગરિકોને સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા
રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. જેથી યલો એલર્ટ સાથે હિટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય શહેરમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. અત્યારે રાજકોટમાં હાલમાં જ સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આજે તે 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં પણ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની સંભાવના છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધાર સાથે ગરમી પડી શકે
રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સુરેન્દ્રનગર અને અમરેલીમાં 40.3 ડિગ્રી, કંડલા અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 39.6, વડોદરામાં 39.6 અને વિદ્યાનગરમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 39 ડિગ્રી તાપમાન સાથે ગરમીનો માહોલ યથાવત રહ્યો છે. ભુજમાં 39, મહુવામાં 39.8, દીવમાં 38.5 અને દમણમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 37.3 ડિગ્રી અને ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લેસ માર્ક થતા ગરમી વધશે'
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું. તે અત્યારે લેસ માર્ક થઈ ગયું છે. અત્યારે ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનમાં થોડો વધારો નોંધાઈ રહ્યો છે. 'આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે'
શર્માએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ટેમ્પરેચર વધારે નોંધાઈ રહ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય છે. નવી કોઈ સિસ્ટમ ન બનતા આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ તાપમાનમાં ખાસ કોઈ બદલાવ નોંધાઈ શકે તેવી શક્યતા નથી. '42 ડિગ્રી સુધી તાપમાનમાં અમદાવાદમાં પહોંચી શકે છે'
વધુમાં પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અને અમદાવાદમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે હવે અમદાવાદમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. 42 ડિગ્રી સુધી તાપમાનમાં અમદાવાદમાં પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવ રહેવાની શક્યતા છે. 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
Read Original Article →