રાજ્યમાં ગરમીનું જોર વધશે, 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે:હવામાનની આગાહી મુજબ, દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યમાં ગરમીનું જોર વધશે. આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીમાં વધારો થશે. દરિયા કિનારાના જિલ્લાઓમાં બફારો રહેશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન વધશે. ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. જોકે આજથી જ રાજ્યમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો અતિશય વધી ગયો છે.
Read Original Article →