આજે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વરસાદની આગાહી:1.8°C વધારા સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ; ભેજવાળા પવનોથી રાજ્યમાં રાત્રે ભારે અકળામણ
શુક્રવારે રાજ્યનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર નોંધાયું. સુરેન્દ્રનગર 43.8°C સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. તો અમદાવાદ 43.3°C સાથે બીજા નંબર પર રહ્યું. અન્ય ગરમ શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 43°C, રાજકોટમાં 42.9°C અને અમરેલીમાં 42.3°C મહત્તમ તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગર-ગાંધીનગરના તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો, જ્યારે અમદાવાદના તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો થયો છે. મહત્તમ તાપમાનમાં સતત વધારો થતા રાજ્યમાં ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમ ભેજવાળા પવનો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાતા તેની અસર સમગ્ર રાજ્યમાં વર્તાઈ હતી. ખાસ કરીને રાત્રે હોટ એન્ડ હ્યુમિડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં હાલ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે જામનગરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારબાદના દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોની સ્થિતિ
અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે સાફ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 43°C આસપાસ રહેવાનું અનુમાન છે. શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ એટલે કે 43.3°C અને લઘુત્તમ તાપમાન 29.0°C નોંધાયું હતું. હવામાં સવારે ભેજનું પ્રમાણ 52% હતું, જે સાંજના સમયે ઘટીને 19% નોંધાયું હતું. અમદાવાદમાં 20 મેના રોજ અને એના આગળના છેલ્લા 3થી 4 દિવસથી સતત ગરમીનો પારો 43.7 ડિગ્રી નોંધાયો. જ્યારે 21 મેના રોજ તેમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. ત્યારબાદ ગઈકાલે ફરી અમદાવાદના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાતા અમદાવાદના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આગામી સાત દિવસની આગાહી 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો, 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે "ગરમ અને ભારે બફારાવાળું (ઉકળાટવાળું) વાતાવરણ. જ્યારે વાતાવરણમાં તાપમાન પણ ઊંચું હોય અને હવામાં ભેજનું પ્રમાણ પણ ઘણું વધારે હોય, ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. આ શબ્દ બે અલગ-અલગ ભૌતિક સ્થિતિઓ ભેગી મળીને બને છે. આ વાતાવરણ કેમ અસહ્ય લાગે છે?
પરસેવો સુકાતો નથી: સામાન્ય સૂકી ગરમીમાં આપણું શરીર પરસેવો પાડીને પોતાની જાતને ઠંડી રાખે છે, કારણ કે પરસેવો હવામાં ઝડપથી ઊડી (બાષ્પીભવન થઈ) જાય છે. પરંતુ 'હ્યુમિડ' (ભેજવાળા) વાતાવરણમાં હવામાં પહેલેથી જ પાણીનો ભાગ એટલો બધો હોય છે કે શરીરનો પરસેવો જલ્દી સુકાતો નથી. આના કારણે ચામડી ચીકણી થઈ જાય છે અને શ્વાસ લેવામાં પણ ભારે ઉકળાટ અનુભવાય છે. હીટ ઇન્ડેક્સ (Real Feel): આ પ્રકારના હવામાનમાં વાસ્તવિક તાપમાન કરતાં આપણને ગરમી ઘણી વધારે અનુભવાય છે. દાખલા તરીકે, જો થર્મોમીટરમાં તાપમાન 35°C બતાવતું હોય પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 75% હોય, તો આપણા શરીરને એવું લાગશે કે જાણે બહાર 42°C જેટલી આકરી ગરમી છે! ગુજરાતમાં આ સ્થિતિ ક્યારે અને ક્યાં જોવા મળે છે? ટૂંકમાં કહીએ તો આ એવી ગરમી છે, જેમાં માણસ માત્ર પરસેવે રેબઝેબ નથી થતો, પણ આખું શરીર જાણે કુકરમાં બાફાતું હોય તેવો અહેસાસ થાય છે. આ પણ વાંચો.... ઉનાળામાં ડિહાઇડ્રેશનથી મસલ્સ પેઇનની સમસ્યા, 10 સંકેતોને અવગણશો નહીં, લાઇફસ્ટાઈલમાં 9 જરૂરી ફેરફારો કરો ઉનાળાની ગરમીને કારણે ડિહાઇડ્રેશન સાથે શરીરના સ્નાયુઓ પણ પ્રભાવિત થાય છે. આને કારણે શરીરમાં દુખાવો થાય છે. ઘણીવાર લોકો તેને સામાન્ય દુખાવો સમજીને અવગણે છે, જ્યારે આ ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનો સંકેત હોઈ શકે છે. ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે, જેનાથી શરીરમાં પાણી અને જરૂરી ખનિજોની ઉણપ થાય છે. આને કારણે સ્નાયુઓમાં ખેંચાણ, દુખાવો અને ક્રેમ્પ્સની સમસ્યા વધી જાય છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે. તેથી આજે ‘કામના સમાચાર’માં સ્નાયુઓના દુખાવા વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે, કયા કારણોસર સ્નાયુઓનો દુખાવો વધી શકે છે? અને સ્નાયુઓના સંતુલન માટે જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ? વાંચો સંપૂર્ણ અહેવાલ
Read Original Article →