હવે રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે:24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ થશે

Gujarat4/9/2026, 9:10:09 AM
હવે રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે:24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ થશે
રાજ્યની માથે મંડરાઈ રહેલી માવઠાની ઘાત હાલમાં ટળી છે. હવે રાજ્યમાં લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકવાને કારણે અકળામણ અનુભવાશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે 11થી 14 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. કોસ્ટલ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 36.7 સૌથી વધુ તાપમાન નોંધાયુ. અમદાવાદમાં 36.6 અને ગાંધીનગર 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હાલ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પવનની ગતિ હમણાં નોર્મલ રહેશે. આગામી દિવસોમાં વરસાદને લઈને કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.
Read Original Article →