વેજલપુરમાંથી દારૂની મહેફીલ ઝડપાઈ:સ્પા અને સલૂનના વેપારીઓ જન્મદિવસ નિમિતે દારૂ પીતા ઝડપાયા, પોલીસે 10 આરોપીઓ પકડ્યા
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી દારૂની મહેફિલ પર પોલીસે ત્રાટકીને 10 લોકોની ધરપકડ કરી છે. શ્રીનંદનગર વિ-1ના એફ બ્લોકમાં ભાડેથી રહેતી નાગાલેન્ડની યુવતી કુંધાલી તોસીવીના ઘરે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેફિલ દરમિયાન વધુ પડતો અવાજ અને બૂમાબૂમ થતી હોવાથી પાડોશીઓએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી, જેના આધારે વેજલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. દારૂની 3 બોટલ અને બિયરના 4 ટીન કબજે કર્યા
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક-યુવતીઓ નશાની હાલતમાં ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની 3 બોટલ અને બિયરના 4 ટીન કબજે કર્યા હતા. પકડાયેલા શખ્સોમાં રાજસ્થાનના મોહમદ ઝુબેર આલમ, મોહમદ સઝાદ અબ્બાસી, સાહીલ અલી, મોહમદ યુનુસ સબાંગ તથા નાગાલેન્ડ, આસામ અને થલતેજ વિસ્તારના અન્ય યુવક-યુવતીઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કુંધાલીનો જન્મદિવસ હોવાથી તેણે સેટેલાઇટ વિસ્તારના પિયુષ નામના વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. પકડાયેલા તમામ લોકો સ્પા અને સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ વિસ્તારમાં ભાડેથી રહે છે. હાલમાં પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →