પાલિકા-પંચાયત માટે આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે:ભાજપ મધ્ય અને ઉત્તર ગુજરાત ઝોનના ઉમેદવારો પર મંથન કરશે, 11 તારીખે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ
પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી તેજ કરી છે. 11 એપ્રિલ નામાંકનની અંતિમ તારીખ હોય આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે સાંજે સુધીમાં છ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે, ભાજપ દ્વારા હજી કોઈ ઉમેદવારની જાહેરાત કરાઈ નથી. ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડમાં હાલ ઝોન વાઈઝ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે અને અંતિમ યાદી ફાઈનલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે આજે કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરી શકે છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં દક્ષિણ-સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારો ફાઈનલ
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની પાલિકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી અને ફાઈનલ યાદી તૈયાર કરાઈ હતી. જે આગામી એક બે દિવસમાં જાહેર કરાઈ શકે છે. આજે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉત્તર અને મધ્ય ગુજરાત ઝોનની પાલિકા-પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે અને અંતિમ યાદી તૈયાર કરાશે. કોંગ્રેસ તેની બીજી યાદી આજે જાહેર કરી શકે
કોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકા માટે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ફક્ત 243 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મેનિફેસ્ટોના કાર્યક્રમના કારણે યાદી પર બ્રેક વાગી હતી. પરંતુ, હવે મેનિફેસ્ટોની કામગીરી પૂર્ણ થઈ હોય કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ
Read Original Article →