મનપા સહિતની બેઠકો પર ઉમેદવારોના નામ પર મંથન:આજે ગુજરાત ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, 9 એપ્રિલના ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ શકે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે. આજે 7 એપ્રિલના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવામાં આવશે. શહેર અને જિલ્લા સંકલનના હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવેલા ત્રણથી ચાર નામોના પેનલની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ઉમેદવારના નામ ઉપર મહોર મારવામાં આવશે. CM, DyCM, પ્રદેશ પ્રમુખ ચૂંટણી સમિતિની બેઠકના હોદ્દેદાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી ઉમેદવારોના નામ ઉપર ચર્ચા કરવાની શરૂઆત થવાની છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીઓ અને સિનિયર કાર્યકર્તાઓ જે ચૂંટણી સમિતિની બેઠકના હોદ્દેદારો છે. તેમના દ્વારા મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતની બેઠકો પર ચર્ચા કરવામાં આવશે. ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયાર
અમદાવાદ મહાનગરપાલિકા માટે એક ઉમેદવાર પણ ત્રણ ઉમેદવારના નામોની એમ ચાર ઉમેદવારો માટે 12 નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. તમામ નામો પર ચર્ચા કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પેનલની જાહેરાત કરવામાં આવશે. 9 એપ્રિલના ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ શકે
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે. સૌ પ્રથમ મહાનગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી શકે છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે 9 એપ્રિલના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને ત્યારબાદ ધીમે ધીમે નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.
Read Original Article →