ACPCએ M.E., M.Pharm, M.Plan અને M.Arch કોર્સમાં પ્રવેશ શરૂ:30 મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે, M.E.ની 82 અને M.Pharmની 74 સંસ્થાઓમાં પ્રવેશ અપાશે

Gujarat5/15/2026, 2:45:58 PM
ACPCએ M.E., M.Pharm, M.Plan અને M.Arch કોર્સમાં પ્રવેશ શરૂ:30 મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે, M.E.ની 82 અને M.Pharmની 74 સંસ્થાઓમાં પ્રવેશ અપાશે
પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એટલે કે ACPC દ્વારા M.E., M.Pharm, M.Plan અને M.Arch કોર્સ માટે વર્ષ 2026ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. M.E. માટે રાજ્યની 82 સંસ્થાઓ અને M.Pharm માટે 74 સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ACPCની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે ટેક્નિકલ અને પ્રોફેશનલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા M.E., M.Pharm, M.Plan અને M.Arch કોર્સ માટે વર્ષ 2026ની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. M.E. કોર્સ માટે રાજ્યની 82 સંસ્થાઓ અને M.Pharm માટે 74 સંસ્થાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 15 મેથી 30 મે 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને ઘર બેઠા અરજી કરવાની સુવિધા મળી રહે. M.Plan માટે રજીસ્ટ્રેશન 30 મે સુધી ચાલશે M.Plan માટે રાજ્યની 10 સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે M.Arch માટે માત્ર 2 સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવશે. M.Plan માટે રજીસ્ટ્રેશન 30 મે સુધી ચાલુ રહેશે, જ્યારે M.Arch માટે 7 જુલાઈ 2026 સુધી અરજી કરી શકાશે. M.E. અને M.Pharm માટે ઉમેદવારો ACPCની સત્તાવાર વેબસાઇટ gujacpc.admissions.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. જ્યારે M.Plan અને M.Arch માટે ઉમેદવારોએ ફોર્મ ડાઉનલોડ કરીને જરૂરી વિગતો ભરીને ACPC અમદાવાદ ખાતે જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ તેમની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવા હેલ્પલાઈન નંબર જાહેર વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સરળતા રહે તે માટે જિલ્લા સ્તરે વિવિધ કોલેજમાં સાયબર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી પણ આગામી દિવસોમાં જાહેર કરાશે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં M.E. અને M.Pharm જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં વિદ્યાર્થીઓનો રસ સતત વધી રહ્યો છે. ખાસ કરીને ફાર્મસી અને ટેક્નિકલ ક્ષેત્રમાં વધતી કારકિર્દી તકોને કારણે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે ACPC મારફતે પ્રવેશ મેળવે છે. તેમજ વિદ્યાર્થીઓને જો પ્રવેશ દરમિયાન કોઈ મુશ્કેલી પડે તો 079-26566000 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશે.
Read Original Article →