ચૂંટણી નજીક આવતા FIR મુદ્દે રાજકારણ ગરમાયુ:ભાજપ પર આક્ષેપ, આજે પણ AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર FIR

Gujarat4/9/2026, 10:24:13 AM
ચૂંટણી નજીક આવતા FIR મુદ્દે રાજકારણ ગરમાયુ:ભાજપ પર આક્ષેપ, આજે પણ AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર FIR
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ‘ભાજપ AAPથી ડરે છે’ તેમણે જણાવ્યું કે ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપની FIR કરવાની નીતિ વધુ મજબૂત બનતી જાય છે. મનોજ સોરઠીયાના જણાવ્યા અનુસાર, આજે પણ AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર FIR નોંધાઈ છે. આ સ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ AAPથી ડરે છે. સોરઠીયાએ વધુમાં દાવો કર્યો કે કોંગ્રેસના કોઈ પણ નેતા કે ઉમેદવાર સામે એક પણ FIR નોંધાઈ નથી, જે ભાજપના વલણ પર સવાલ ઉભા કરે છે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ગુજરાતની જનતામાં ભાજપના શાસનથી અસંતોષ છે અને આગામી ચૂંટણીમાં જનતા જવાબ આપશે. સાથે જ તેમણે કહ્યું કે જો ગુજરાતની જનતા પરિવર્તન લાવશે, તો રાજ્યના ભવિષ્ય માટે સુવર્ણ દિવસો આવી શકે છે. જ્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે ત્યાં સુધી સામાન્ય લોકોની સ્થિતિમાં સુધારો શક્ય નથી.
Read Original Article →