GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા:19 જિલ્લાના 323 સેન્ટર પર એક્ઝામ, 268 જગ્યા માટે 75 હજાર ઉમેદવાર; દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરાઈ

Gujarat6/7/2026, 12:30:00 AM
GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા:19 જિલ્લાના 323 સેન્ટર પર એક્ઝામ, 268 જગ્યા માટે 75 હજાર ઉમેદવાર; દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરાઈ
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજાવાની છે. ચાર જેટલી જાહેરાતોની એક જ દિવસમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 19 જેટલા જિલ્લામાં 323 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 268 જગ્યા માટે 75 હજાર કરતા પણ વધુ ઉમેદવારો સવારે 11થી 2 વાગ્યા સુધી પ્રિલિમ પરીક્ષા આપવાના છે. અમદાવાદમાં 13,289 ઉમેદવારો પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં 57 પરીક્ષા સેન્ટર પર ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા યોજાવાની છે. શહેરમાં 216 દિવ્યાંગ ઉમેદવારો અને 13,082 સામાન્ય ઉમેદવારો એમ કુલ 13,289 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. દિવ્યાંગ ઉમેદવાર માટે લિફ્ટ, ભોંયતળીયાની બેઠક, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્ર જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે, જેથી વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 826 દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપશે દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ અને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવ્યાંગો માટે ખાસ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ પરીક્ષાઓ આપવાના છે. પરીક્ષા દરમિયાન દિવ્યાંગ ઉમેદવારોને 60 મિનિટ વધુ પણ ફાળવવામાં આવશે. તેમજ પરિક્ષાના પેપરની સુરક્ષા લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પેપર પહોંચાડવા 13 રૂટ પર હથિયારી ગાર્ડ તૈનાત પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે અમદાવાદ શહેરમાં 57 પરીક્ષા સેન્ટર પર સેન્ટર સંચાલક, ઝોનલ અધિકારી, આયોગના પ્રતિનિધિ તેમજ CCTV સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે અને પેપર પહોંચાડવા માટે 13 રૂટ પર હથિયારી ગાર્ડ પણ રાખવામાં આવશે. તમામ પરીક્ષા સેન્ટર પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ઉમેદવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા સેન્ટર પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. પ્રતિબંધિત સૂચનાઓ
Read Original Article →