આકાંક્ષા ફ્લેટમાં ગોતા વોર્ડના કોર્પોરેટરોનો સ્થાનિકોએ ઉધડો લીધો:ઘેરીને ઉગ્ર રજૂઆત કરી; ઘાટલોડિયામાં દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડ્યા

Gujarat6/4/2026, 8:40:07 AM
આકાંક્ષા ફ્લેટમાં ગોતા વોર્ડના કોર્પોરેટરોનો સ્થાનિકોએ ઉધડો લીધો:ઘેરીને ઉગ્ર રજૂઆત કરી; ઘાટલોડિયામાં દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડ્યા
અમદાવાદ શહેરના ગોતા અને થલતેજ વોર્ડમાં આવતા ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં રોગચાળો ફેલાતા ગોતા વોર્ડના ભાજપના કોર્પોરેટરો આકાંક્ષા ફ્લેટમાં આવ્યા હતા. ભાજપના કોર્પોરેટરોનો સ્થાનિક લોકોએ ઉધડો લીધો હતો. ખરાબ પાણી પીવાને કારણે સોસાયટીના રહીશો બીમાર પડ્યા હતા. આજે સોસાયટીના લોકોએ કોર્પોરેટરને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી. ભાજપના કોર્પોરેટરો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી ઘાટલોડિયા વિસ્તારના આકાંક્ષા ફ્લેટના સ્થાનિક રહીશોએ ભાજપના કોર્પોરેટર કેતન પટેલ, હેમાબેન પટેલ સહિતના કોર્પોરેટરો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી કે શનિવારે મોડી રાત્રે અથવા રવિવારે સવારે કામગીરી કરવાની હતી જે સોમવાર સુધી કર્યું નહીં. જેના કારણે બધાએ ખરાબ પાણી પીધું અને તેના કારણે થઈને આ વિકટ સ્થિતિ ઊભી થઈ હતી. તાત્કાલિક પગલાં લેવા જોઈએ છતાં પગલા લેવામાં આવ્યા નથી. અમે જાણ કરીએ છીએ ત્યાર બાદ તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ‘સમસ્યા બાબતે અધિકારીઓને જાણ કરી હતી’ સોસાયટીના સ્થાનિક રહીશોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે સોસાયટીના રહીશો કઈ લાઈન ક્યાં જાય છે તે તમામ બાબત જાણે છે જે બાબતની અમે વોર્ડના અધિકારીઓને જાણ કરી હતી. અમે અધિકારીઓને જાણ કરી એના પાંચથી છ કલાક બાદ પગલાં લેવામાં આવે છે. ગોતા વોર્ડના કોર્પોરેટર કેતન પટેલ અને હેમા પટેલ દોડી ગયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીની વિધાનસભા ઘાટલોડિયાના વિસ્તારમાં રોગચાળો ફેલાતાં ભાજપના ગોતા વોર્ડના કોર્પોરેટર કેતન પટેલ અને હેમા પટેલ દોડી ગયા હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તારમાં આ સ્થિતિ ઉભી થતા પ્રતિનિધિ તરીકે ભાજપના શહેર મહામંત્રી દર્શક ઠાકર પણ પહોંચ્યા હતા. આ પણ વાંચો: થલતેજ-ગોતા વોર્ડમાં દૂષિત પાણીથી સમસ્યા વધી, 4 દિવસથી પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થતાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા મીડિયા નિવેદનને લઈ રહીશોમાં આક્રોશ ઘાટલોડિયા વિસ્તારમાં ફેલાયેલા રોગચાળાના કેસો અંગે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ રજૂઆત કરતા કહ્યું હતું કે મીડિયામાં જે રીતે તેઓ નિવેદનબાજી કરી રહ્યા છે તે ખોટી છે. અમે શું મીડિયામાં ખોટી માહિતી આપીએ છીએ. જેથી ભાજપના મહામંત્રી દર્શક ઠાકરે કહ્યું હતું કે પોતાની ચામડી બચાવવા માટે જે નિવેદન આપ્યું તેને ચલાવી લેવાય એમ નથી. જે અમે પણ માનીએ છીએ. 19 પાણીના સેમ્પલ લીધા છે: ડો. ભાવિન સોલંકી આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા આકાંક્ષા અને આસપાસ પાણીના સેમ્પલ લીધા હતા. ફ્લેટમાં ઘરે ઘરે સર્વે કરી ક્લોરિન ગોળીઓ આપી છે. 19 પાણીના સેમ્પલ આજે સવારે લીધા છે. આસપાસની સોસાયટીના પણ સેમ્પલ લીધા છે. તમામ જગ્યાએ ક્લોરિન મળી આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે મેડિકલ ટીમ ત્યાં હાજર છે. આજે કોઈ નવા કેસ નથી આવ્યા. આ સોસાયટીમાંથી પાણીના સેમ્પલ લીધા
Read Original Article →