ગોતા વોર્ડમાં દૂષિત પાણીથી રોગચાળાનો મામલો:3 જૂનના પાણીના સેમ્પલ ફેલ, પીવા લાયક પાણી ન હોવાના કારણે રોગચાળો ફેલાયું હોવાનું સામે આવ્યું

Gujarat6/8/2026, 11:40:00 AM
ગોતા વોર્ડમાં દૂષિત પાણીથી રોગચાળાનો મામલો:3 જૂનના પાણીના સેમ્પલ ફેલ, પીવા લાયક પાણી ન હોવાના કારણે રોગચાળો ફેલાયું હોવાનું સામે આવ્યું
અમદાવાદમાં મુખ્યમંત્રીની વિધાનસભાના ગોતા વોર્ડમાં ગત અઠવાડિયે ફેલાયેલા રોગચાળા મામલે 3 જૂનના રોજ બુધવારના પાણીના સેમ્પલ ફેલ જાહેર કરવામાં આવ્યા છે. 4 અને 5 જૂના રોજ લીધેલા 22 સેમ્પલ ફિટ એટલે કે પાણી પીવાલાયક હોવાના સામે આવ્યા છે. 3 જૂનના રોજ આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવન્યુ અને વર્ધમાન ફ્લેટના સેમ્પલ અનફિટ આવ્યા છે. પાણીના સેમ્પલ ફિટ આવ્યા છે. જેથી પાણી પીવા લાયક ન હોવાના કારણે જ રોગચાળો ફેલાયો હોવાનું સામે આવ્યું છે. 3 જૂને લીધેલા પાણીના સેમ્પલ ફેલ જાહેર જ્યારે 4 અને 5 જૂનના રોજ લીધેલા સેમ્પલ ફિટ એટલે કે પાણી પીવાલાયક હોવાના સામે આવ્યા છે. ત્યારે આકાંક્ષા સોસાયટી આસપાસની તમામ સોસાયટીમાં પાણી પીવાલાયક આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 3 જૂનના રોજ આકાંક્ષા અને અન્ય 2 ફ્લેટની પાણીની ટાંકીમાંથી લીધેલા 3 સોસાયટીના રિપોર્ટ ફેલ આવ્યા છે. 14માંથી 3 સોસાયટીના રિપોર્ટ ફેલ આવ્યા છે. પ્રદૂષિત પાણી મામલે નવી SOP પ્રમાણે કામગીરી થશે. પાંચથી વધુ સોસાયટીની પાણી ફરિયાદ હશે તો તાત્કાલિક કાર્યવાહી થશે. 5 જૂને લેવાયેલા સેમ્પલનું પાણી પીવાલાયક મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ગોતા વોર્ડમાં પ્રદૂષિત પાણી અંગે ફરિયાદ મળી હતી જેમાં 4 જૂનના રોજ 17 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સુરસાગર સોસાયટી, આકાંક્ષા ફ્લેટ, વંદેમાતરમ ફ્લેટ, ત્રિદેવ કોમ્પ્લેક્સ, શ્રીનાથ ફ્લેટ, નવરત્ન એવન્યુ વગેરેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ક્લોરિનનું પ્રમાણ પણ આવ્યું છે અને પાણી હવે પીવા લાયક છે. 5 જૂનના રોજ પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પાણીના સેમ્પલ પણ ફીટ એટલે કે પાણી પીવાલાયક હોવાનું સામે આવ્યું છે. કોઈપણ પ્રકારની બિમારીના કેસો હાલ ત્યાં સામે આવ્યા નથી. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોતા વોર્ડમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં આકાંક્ષા ફ્લેટ અને આસપાસની પાંચ જેટલી સોસાયટીઓમાં પ્રદૂષિત પાણી આવવાના કારણે રોગચાળો ફેલાવતો અને 300 જેટલા લોકો બીમાર પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓની હજી સુધી જવાબદારી નક્કી કરવામાં આવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા જવાબદારની તપાસ કરીને કાર્યવાહી માટે જણાવ્યું હતું જોકે હજી સુધી કોઈ અધિકારીની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવી નથી.
Read Original Article →