અમદાવાદમાં 15મેએ 'GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026':ગુજરાત બનશે ભારતના ટકાઉ વિકાસનું એન્જિન, આંતરરાષ્ટ્રીય વક્તાનું માર્ગદર્શન અને દિગ્ગજ શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી

Gujarat5/13/2026, 10:42:35 AM
અમદાવાદમાં 15મેએ 'GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026':ગુજરાત બનશે ભારતના ટકાઉ વિકાસનું એન્જિન, આંતરરાષ્ટ્રીય વક્તાનું માર્ગદર્શન અને દિગ્ગજ શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી
અમદાવાદમાં 15 મેએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસ્તરની સફળતા બાદ હવે આ સમિટને રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ આપવામાં આવ્યું છે. સમિટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને ભારતના સસ્ટેનેબલ વિકાસના એન્જિન તરીકે સ્થાપિત કરવાનો છે. ભારતના સસ્ટેનેબલ વિકાસનું એન્જિન 2047 અને 2070 સુધીની રોડમેપ” થીમ આધારિત આ સમિટમાં ગ્રીન ફાઈનાન્સ, સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડિયન કાર્બન માર્કેટ, ક્લાઈમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ, સપ્લાય ચેઈન કાર્યક્ષમતા અને ઔદ્યોગિક ડીકાર્બનાઈઝેશન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વક્તાઓ વિવિધ વિષય પર વક્તવ્ય આપશે GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયર અને સમીર સિન્હાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે સારી રીતે અને વિવિધ વિષયો ઉપર સમિટ યોજાવા જઈ રહી છે. દેશભરમાં ગુજરાતનો ફાળો સસ્ટેનેબિલિટીમાં કેવો રહી શકે અને ગુજરાત શું કરવાનું છે તે આ વર્ષની થીમ છે. દેશભરમાં ગુજરાતના લીડર કેવી રીતે બની શકે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વક્તાઓ વિવિધ વિષયો ઉપર વક્તવ્ય આપશે. એક અગ્રણી પહેલ તરીકે, આ સમિટમાં સસ્ટેનેબિલિટી અને ઈન્ડસ્ટ્રી ફોરમ અંતર્ગત ગુજરાતની પ્રથમ સમર્પિત 'જેન્ડર ઈક્વિટી રાઉન્ડ ટેબલ'નું આયોજન કરવામાં આવશે. આ સત્રમાં સર્વસમાવેશક નેતૃત્વના આર્થિક મૂલ્ય અને જાતીય વિવિધતા તથા સંગઠનાત્મક ઉત્પાદકતા વચ્ચેના સીધા સંબંધ પર ચર્ચા કરવામાં આવશે. IIM અમદાવાદ અને CEPT યુનિવર્સિટી સહભાગી થશે સમિટમાં CEEW, TERI, WRI India અને CPI જેવી અગ્રણી સંસ્થાઓ સાથે IIM અમદાવાદ અને CEPT યુનિવર્સિટી પણ સહભાગી બનશે. ઉપરાંત “i-Hub Gujarat” દ્વારા 10થી વધુ ક્લાઈમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ પોતાના ગ્રીન ઇનોવેશન સોલ્યુશન્સ રજૂ કરશે.આ સમિટમાં ગુજરાતનું પ્રથમ “Gender Equity Round Table” પણ યોજાશે, જેમાં મહિલા નેતૃત્વ, જાતીય સમાનતા અને સર્વસમાવેશક વિકાસ મુદ્દે ચર્ચા થશે.આ સમગ્ર ઇવેન્ટને “Operational Net-Zero” રાખવાનો GCCI દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કાર્બન ઉત્સર્જનનું માપન અને ઑફસેટિંગ સિસ્ટમ દ્વારા સમિટને પર્યાવરણમૈત્રી બનાવવા પ્રયાસ કરવામાં આવશે. ઉદ્યોગોના મુખ્ય વિષયો
Read Original Article →