GCASમાં 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન:63 હજારનું ચોઈસ ફિલિંગ પૂર્ણ, માનવ હેલ્પલાઈનના સમયમાં વધારો, ફોર્મ ભરતા સમયે આટલું ધ્યાન રાખવું
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS મારફતે 100થી વધુ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 7 મેથી વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. જે આગામી 28 મે સુધી ચાલવાની છે. અત્યાર સુધી કુલ 1,67,272 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેની સામે માત્ર 1,32,303 વિદ્યાર્થીઓએ ફી ભરી છે તો તેની સામે માત્ર 63,720 વિદ્યાર્થીઓએ જ ચોઈસ ફિલિંગ કરીને ફાઈનલ સબમિટ આપ્યું છે. 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
જો કે હજુ સુધી ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓને ઓરીજનલ માર્કશીટ ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવી નથી. જેથી હજુ પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે માર્કશીટ આવ્યા બાદ રજિસ્ટ્રેશન કરવાની રાહ જોઈને બેઠા છે. કારણ કે આ વર્ષે 4.97 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જો કે આ વખતે ઓનલાઈન માર્કશીટ પણ અપલોડ કરવામાં આવી શકે છે. જેથી વિદ્યાર્થીઓને ઓરિઝનલ માર્કશીટની રાહ જોયા વગર ઓનલાઈન માર્કશીટ અપલોડ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જો કે આગામી 24 તારીખ સુધીમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જશે તેવી શક્યતા છે. માનવ હેલ્પલાઈન નંબર પર ઈન્ક્વાયરીમાં વધારો
GCASમાં ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન થાય તે માટે 24 કલાક વિદ્યાર્થીઓ માટે AI હેલ્પલાઇન 07969799680 શરૂ કરવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધી માનવ હેલ્પલાઇન નંબર સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવતો હતો. પરંતુ માનવ હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને ઇન્ક્વાયરીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેથી વિદ્યાર્થીઓની સમસ્યા દૂર કરવા માટે સમય ઓછી પડી રહ્યો હતો. જેથી હવે માનવ હેલ્પલાઇન નંબરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે માનવ હેલ્પલાઇન 07922880080 નંબર સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. વર્ષ 2025માં 4 લાખ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયું હતું
GCASમાં ગયા વર્ષે 4 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોલેજ ફાળવણી કરવામાં અનેક ખામીઓ જોવા મળી હતી. જેના કારણે પ્રવેશ પ્રક્રિયા લંબાઈ ગઈ હતી. 30 રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ સારા માર્કસ લાવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો ન હતો. જેથી આ વખતે વહેલી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. કારણકે જો વહેલી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે ખાનગી યુનિવર્સિટી કે કોલેજોમાં પ્રવેશ મેળવી શકે છે. GCASમાં ફોર્મ ભરતા સમયે વિદ્યાર્થીઓ આટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે
Read Original Article →