ભાજપ-કોંગ્રેસની મિલિભગતનો આરોપ:AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, કોંગ્રેસને સત્તા જોઈતી નથી અને ભાજપને જવા દેવી નથી

Gujarat4/13/2026, 10:19:15 AM
ભાજપ-કોંગ્રેસની મિલિભગતનો આરોપ:AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, કોંગ્રેસને સત્તા જોઈતી નથી અને ભાજપને જવા દેવી નથી
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર આરોપ-પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી શરૂઆતથી જ કહી રહી છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરની મિલિભગત છે. તેમણે દાવો કર્યો કે ભાજપના એક નેતાએ સ્વીકાર્યું હતું કે જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, ત્યાં ભાજપે પોતાના ઉમેદવારો આપ્યા હતા. આ ઉપરાંત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિવેદનનો ઉલ્લેખ કરતાં ગઢવીએ કહ્યું કે તેઓ લોકોમાં કહી રહ્યા છે કે AAPને મત ન આપતા, જો મત આપવો હોય તો ભાજપને આપો. વિસાવદરની પેટાચૂંટણીને લઈને પણ ગઢવીએ ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે ભાજપના કહેવા પર કોંગ્રેસના નેતાઓ બેફામ રીતે પૈસા વાપરી રહ્યા હતા. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ભાજપ અને કોંગ્રેસની આ મિલિભગતના કારણે ખેડૂતો, બેરોજગાર યુવાનો અને કર્મચારીઓના મહત્વના પ્રશ્નો આજે સુધી ઉકેલાયા નથી. તેમણે જનતાને અપીલ કરતાં કહ્યું કે, ભાજપ કે કોંગ્રેસમાં તમારો સગો ભાઈ ઉભો હોય તો પણ મત ‘ઝાડું’ને જ આપજો. ‘એણે તો બાપ-બેટાની રાજનીતિ જ કરવી છે’ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે, કામની રાજનીતિની વાત કરે છે, એ આ લોકોને પોષાતું નથી, ગમતું નથી. એણે તો બાપ-બેટાની રાજનીતિ જ કરવી છે. અને એની સાથે તમે જુઓ કે ભાજપના ધારાસભ્ય છે એમનો પણ વિડિયો વાયરલ થયો કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટે છે ત્યાં અમે આપીએ છીએ. બંને ખુલ્લા પડી ગયા, એકના એક જ દિવસે ખુલ્લું સત્ય બહાર આવે જ છે. તમે વિસાવદરની ચૂંટણીમાં પણ જુઓ, કઈ રીતે કોંગ્રેસના નેતાઓ બેફામ પણે રૂપિયા ભાજપના કહેવાથી વાપરતા હતા. આજે પણ મેં સાંભળ્યું છે કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને ફંડ ક્યાંથી આવે છે ખબર નથી, ઉમેદવારોને નાણાં આપવામાં આવી રહ્યા છે એવી વાતો સંભળાય છે. ‘ભાજપ અને કોંગ્રેસ એક છે’ આ બંને એક છે ભાજપ અને કોંગ્રેસ. અને 30 વર્ષથી ભાજપ સત્તા ઉપર છે અને કોંગ્રેસ વિપક્ષમાં રહ્યું. એને કોંગ્રેસને સત્તા જોઈતી નથી અને ભાજપને જવા દેવી નથી, અને બંને મિલિભગતથી કામ કરે છે. અને એટલા માટે તમે જુઓ, નથી ખેડૂતોના મુદ્દા ઉકેલાયા, નથી બેરોજગાર યુવાનોના મુદ્દા ઉકેલાયા, નથી આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉકેલાયા, નથી બહેનોના મુદ્દા ઉકેલાયા નથી . ક્રાઈમ રેટ ઘટ્યો અને તમે જુઓ ગરીબ ગરીબ બનતો જાય છે અને અમીર અમીર બનતો જાય છે. કોંગ્રેસ અને ભાજપ એક છે એટલા માટે. આ બંનેનું ગઠબંધન છે. એટલે જ હું આપને કહી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભલે સગો ભાઈ ઊભો હોય ભાજપ કે કોંગ્રેસમાંથી, પણ મત ઝાડુને જ દબાવજો કારણ કે તમારા માટે કોઈ લડી રહ્યું છે, કોઈ જેલમાં જઈ રહ્યું છે, કોઈ એફ.આઈ.આર. પોતાના ઉપર થઈ રહી છે તોય તમારા માટે મજબૂતીથી ઊભું રહ્યું છે, તો એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો સૈનિક છે.
Read Original Article →