વેપારીઓ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ગઠીયા ભૂજથી ઝડપાયા:નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારી બની વેપારીઓ સાથે ઠગાઈ આચરતા

Gujarat5/24/2026, 6:33:24 AM
વેપારીઓ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ગઠીયા ભૂજથી ઝડપાયા:નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારી બની વેપારીઓ સાથે ઠગાઈ આચરતા
નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારી બનીને ગુજરાત અને મુંબઈના વેપારીઓને ફોન મારફતે સંપર્ક કરીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ મેળવી લઈને એક કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરનાર બે આરોપીઓની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા સાત વર્ષમાં આરોપીઓએ મુંબઈમાં એક કરોડ અને ગુજરાતના અલગ અલગ વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ પડાવી લીધી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી મોબાઈલ એસેસરીઝ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. છેતરપિંડીની બે વેપારીઓએ ફરિયાદ કરી કાગડાપીઠ પોલીસ સ્ટેશન પીઆઈ એસ. એ. ગોહિલે જણાવ્યું હતું કે, શહેરના ગીતામંદિર વિસ્તારમાં મોબાઇલ એસેસરીઝની મોટા પ્રમાણમાં દુકાનો આવેલી છે. ત્યારે મોબાઈલ એસેસરીઝની વસ્તુઓ અને આંગડિયા પેઢીના નામે ઓનલાઇન ફોટા મંગાવીને પૈસા તેમજ ચીજ વસ્તુઓ લેવાની વેપારીઓ સાથે છેતરપિંડીની બે વેપારીઓ ફરિયાદ લઈને આવ્યા હતાં. જ્યારે વડોદરાના એક વેપારીએ આ પ્રકારની છેતરપિંડી થઈ હોવા અંગેનો સોશિયલ મીડિયામાં વીડિયો મુક્યો તો જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ગઠીયા ભૂજથી ઝડપાયા સમગ્ર ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે આરોપીઓ ભુજ ખાતે હોવાની બાતમી મળતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમે ભૂજથી જગદીશ ઠક્કર (ઉ. વ. 36, રહે વોકરા ફળિયું, ભુજ) અને તેના મિત્ર મુકેશ સોરઠીયા (ઉ. વ. 37, રહે. નાગેન્દ્ર પાર્ક, ભુજ)ની ધરપકડ કરી હતી. વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ અને રોકડ રકમ પડાવી બંને આરોપીઓ છેલ્લા સાત વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ અને રોકડ રકમ પડાવી છેતરપિંડી કરી છે. આરોપીઓ 10થી 15 હજાર જેવી નાની રકમની છેતરપિંડી કરતા હતા જેથી વેપારીઓ ફરિયાદ કરતા નહોતા. આ ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતાં આરોપી જગદીશ ઠક્કર જુદી જુદી વસ્તુઓના વેપારી બની ઠગાઇ કરતો હતો. સૌ પ્રથમ તે જે તે વસ્તુનું જથ્થાબંધ વેપાર કરતાં વેપારીઓના ફોન નંબર ગુગલ કે યુટ્યુબમાંથી મેળવતા ત્યારબાદ વેપારી તરીકે ફોન કરી અન્ય વેપારીને જણસના ફોટોગ્રાફસ મોકલવા જણાવતો હતો. વેપારી પાસેથી ફોટોગ્રાફસ મેળવી તેમાથી માલ સીલેકટ કરી બીલ બનાવડાવતો હતા. બીલ બની ગયા બાદમાં પેમેન્ટ આપવાની વાત આવતી હતી ત્યારે વેપારીને ઓનલાઈન પેમેન્ટ હાલ નથી. જેથી આંગડીયામાં પેમેન્ટ કરુ છું કહી માલની કિંમત કરતા 10થી 15 હજાર વધુ પેમેન્ટ આંગડીયામાં કર્યું હોવાનું જણાવતા હતા. બાદમાં તેનો મિત્ર અને સાથી મુકેશ સોરઠીયા અવાજ બદલી આંગડીયા પેઢીમાંથી બોલુ છું. તમારુ પેમેન્ટ આવી ગયું છે કહી અને તમારો ટોકન નંબર આવ્યો છે સવારે 11 વાગ્યે પેમેન્ટ લઇ જજો કહેતા હતા. આંગડિયા પેઢીના નામે ફોન કર્યાના થોડા સમય બાદ ફરીથી વેપારીને કોલ કરી જણાવતા કે જે વધારાના 10 કે 15 હજાર મોકલ્યા છે. જે મારે બીજા વેપારીને પેમેન્ટ કરવાનુ છે. તો તમે હુ આપુ તે સ્કેનરમાં મોકલી દો જેથી વેપારી તેમની વાતોમાં આવી અને રૂપિયા ટ્રાન્સફર કરી આપતા હતા. આરોપી અગાઉ મુંબઈમાં રહેતો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓએ છેલ્લા સાત વર્ષમાં સમગ્ર ગુજરાતમાં મોબાઇલ એસેસરીઝ, કાજુ-બદામ, ઘડીયાળ, કટલેરી સામાન, કપડા, નટ-બોલ્ડ, પાકીટ,બેલ્ટ, કીચન-સેલ, કપડા-ગારમેન્ટ, ખારીસીંગ, મરચા વગેરે અનેક વસ્તુના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપી અગાઉ મુંબઈમાં રહેતો હતો અને મુંબઈ ખાતે પણ તેણે આ રીતે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું. મુંબઈમાં રહેતો હતો ત્યારે જ તેણે આ સમગ્ર છેતરપિંડી અંગે માહિતી મેળવી હતી. વેપારીને અપીલ -
Read Original Article →